________________
૩૩૦
મનોવિજ્ઞાન,
ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી મહારાજ જ્ઞાનસારમાં ફરમાવે.
“વાહ્ય સુધારા ઘટિતા મારિ સુરત | तत्वदृण्टेस्तु साक्षात् सा विण्मूत्रपिठोदरी ।।"
જે સ્ત્રી બાહ્ય દષ્ટિવાળાને અમૃતના સારવડે ઘડેલી લાગે છે, તે જ સ્ત્રી તત્ત્વદૃષ્ટિવાળાને મળ-મૂત્રથી ભરેલી હાંડલી લાગે છે. દષ્ટિ દષ્ટિમાં કેટલું અંતર છે. જે વસ્તુ બાહ્ય દષ્ટિવાળાને રાગમાં કારણ બને છે. તે જ વસ્તુ તત્ત્વષ્ટિવાળાને વિરાગમાં કારણ બને છે. ખરેખર તત્વની બલિહારી છે? આજે જગતનાજી મેહવિકારી છે. તેનું કારણ તત્ત્વદષ્ટિને અભાવ છે. બાહ્યદૃષ્ટિથી જોવાય છે એટલે મન જ્યાં ત્યાં ભમે છે અને રાગ પામે છે. અંતરદષ્ટિથી જોવામાં આવે તો અક્ષય પર પામી જવાય. સંસારમાં કોઈ પણ એવી વસ્તુ નથી જેમાં બાહ્યદષ્ટિવાળાને વિરાગ થાય અને કેઈપણ વસ્તુ એવી નથી કે જેમાં તત્વદષ્ટિવાળાને રાગ થાય માટે રાગને જીતવાને પ્રબળમાં પ્રબળ ઉપાય એ છે કે આખા જગતને જ્ઞાન દષ્ટિથી જોતાં શિખવું જોઈએ અને જેમાં તીવ્ર રાગ હોય તેના બાહ્ય
સ્વરૂપને વિચાર ન કરતાં અત્યંતર સ્વરૂપને વિચાર કરે જોઈએ.
આસક્તિ તેમાં ઉત્પત્તિ કામિનીની માફક કંચનમાં પણ માણસને તીવ્ર રાગ હોય છે. અર્થ એ નામથી જ અર્થભૂત છે, પરમાર્થથી અનર્થરૂપ છે. કારણ કે અથર્જન કરવામાં અને અર્જન કરેલા. અર્થનું રક્ષણ કરવામાં અનેક કષ્ટ સહન કરવા પડે છે. વળી અનેક કષ્ટોથી મેળવેલું ધન સમય આવે આપણું પુણ્ય ક્ષીણ થતાં દુશ્મનને પણ ઉપકાર કરનારું થાય છે. મરવા ટાણે