________________
દુઃખું પુણ્યભવં સુખ
૩૨૧
છે કે, મા ! આ ઘેટાંને તો ગેળ ને કપાસીયા ખાવા મળે છે. ત્યાં ગાય માતા કહે છે કે, વત્સ! ધીરે રહે. એને અત્યારે ગોળના ગટાકા છે પણ પછી સટાકા છે. એમ કરતાં એ સુખી ગૃહસ્થને ત્યાં એક વાર મહેમાન આવ્યા અને મહેમાનની મહેમાનગતિ કરવા માટે ઘરમાં માલિક સવારનાં ટાઈમે જ હાથમાં છરી લઈને ઘેટાંની પાસે જાય છે અને તે છરીથી તેનાં મસ્તકનો છેદ કરે છે. ત્યાં ઘેટો જોર જોરથી ભાંભરે છે, તેને અવાજ સાંભળીને વાછરડે પણ ભયભીત બને છે. ત્યાં તેની માતા કહે છે કે, તું શા માટે ભય પામે છે? તે ક્યાં લીલા ઘાસ અને ગોળ ખાધા છે? માટે તારે ભય પામવાનું કાંઈ કારણ નથી. બસ આ જ રીતે દેવો હોય કે મનુષ્ય હોય જેટલા ઇન્દ્રિયનાં સુખમાં આસક્ત બને છે તે બધાનાં આ ઘેટાંની જેમ ભૂંડા હાલ થવાના છે. આ ઘેટું કપાયું તો એકવાર પણ કામગમાં આસક્ત બનેલાને તો દુર્ગતિમાં પરમાધામીને હાથે અનેકવાર કપાવું પડશે. માટે વિપાકનાં પરિણામને વિચાર કરીને એમાંથી વિરમવું જોઈએ. એક જળે નામે જીવાત હોય છે. તેને મનુષ્યનાં ગડગુમડ. ઉપર મૂકવામાં આવે છે તે અંદરના સડેલા લેહી અને પરૂના ભાગને ચૂસી લે છે. ચૂસવામાં તેને ખૂબ આનંદ આવે છે, પણ જ્યારે તેને નીચોવવામાં આવે છે ત્યારે તેને અસહ્ય પીડા થાય છે. એટલે જ શરૂઆતમાં સુખ માણે છે. પણ પરિણામે તે તીવ્ર દુઃખ પામે છે. તેમ મનુષ્ય પણ ઇન્દ્રિય સુખનાં ભેગ કાળમા સુખ માણે છે. પણ પરિણામે દુર્ગતિનાં દારૂણ દુઃખ પામે છે. કારણ કે ત્યાં ભેગ તૃણા પિષવાની હોય એટલે અર્થાજન કરવું જોઈએ. અથર્જનમાં આરંભ કરવા પડે અને ક્યારેક મહાઆરંભ પણ કરવા પડે. ૨૧ ::