________________
૩૦૬
મનોવિજ્ઞાન તે વ્યાખ્યાન સાંભળવાની ઘણી ઈચ્છા હોય કે ભગવાનના દર્શનની તીવ્ર ઉત્કંઠા હોય છતાં કંઈ પણ લાભ ન લઈ શકાય. પાંચ ઈન્દ્રિયની પૂર્ણતામાંયે શરીરની શક્તિની પ્રધાનતા છે. શક્તિ વિના ભક્તિ કયાંથી થાય? શકિતમાંયે દીર્ધાયુષ્યની પ્રધાનતા છે, અને દીર્ધાયુષ્યમાં જ્ઞાનની પ્રધાનતા છે. આયુષ્ય ગમે તેટલું લાંબુ હોય, પણ જ્ઞાન ન હોય, સમજણ ન હોય તે તે આયુષ્ય શા કામને છે?
દૃષ્ટાંત એક ગામમાં કઈ મહાત્મા કોઈ ગૃહસ્થને ત્યાં વહેરવા ગયા. રસેડામાં પુત્રવધૂ એકલા જ હતા. પુત્રવધૂ ખૂબ સંસ્કારી હતા. મહાત્માને ભાવથી પડીલાલ્યા પછી મહાત્માએ સહેજ પૃચ્છા કરી કે, ઘરમાં સાસુસસરા કેઈ દેખાતા નથી? ત્યાં પુત્રવધૂ સાસુ સસરાને માર્ગ ઉપર લાવવાના ધ્યેયથી કહે છે કે
સસરે અમારે બાળભળે, અને સાસુ બાળકુમારી; પ્રીતમ અમારે પઢે પારણીએ, હું છું ગુલાવન હારી”
અવધુ સો જ્ઞાન વિચારી.
આ સાંભળીને સાસુને સસરા એકદમ પોતપોતાનું કામ પડતું મૂકીને ત્યાં આવી ચડયા. ત્યારે સાસરે વહુને કહે છે કે મને બાળે ભેળે કેમ કહો? હું તો ભરવૃદ્ધાવસ્થામાં છું. મહાત્માએ સસરાને પૂછ્યું કે ધર્મ પામ્ય કેટલા વર્ષ થયા? (મહાત્મા પુત્રવધૂને આશય સમજી ગયેલા એટલે આ પ્રમાણે પૂછયું) સસરાએ કહ્યું : ધર્મ શબ્દ જ મેં જીંદગીમાં પહેલી વારસાંભળે. હું તે અંદર મારા ઓરડામાં ચેપડા ખતવતે હતો, અને “સસરે અમારે બાળ ભેળે” એ સાંભળીને