________________
૩૦૪
મનોવિજ્ઞાન
પાપોથી બચી ગયા છે. તેમાંયે જૈનકુળની તો બલિહારી છે કે, જેમાં રાત્રિભોજન અને કંદમૂળના પાપથી પણ બચી જવાય છે. હિંદકુળમાં જેમ માંસ અને દારૂને નિષેધ છે તેમ જૈનકુળમાં તેને નિષેધ તે છેજ પણ રાત્રિભોજનને અને કંદમૂળનેય નિષેધ છે. માંસ અને મદિરાના પાપથી તો તમે કુળના પ્રભાવે બચી ગયા. પણ આ પાપથી બચ્યા કે નહિ? આજે જૈનકુળમાંયે રાત્રિભોજનને સડો પેસતો જાય છે એ શોચનીય વસ્તુ છે. શાસ્ત્રો ફરમાવે છે કે “દિવસ ઉગે દેવ ખાય -એટલે કે દેવને નૈવેધ ધરાય. (આ ઉપચારથી કથન છે) મધ્યાહે માણસ ખાય અને રાત્રે રાક્ષસ ખાય” રાત્રિભોજનમાં હિંસાનું પાપ તો છેજ. ઉપરાંત રાત્રિભોજન પ્રમાદને વધારનારૂં છે, અને સંયમને બાધા પહોંચાડનારું છે.
દુર્ગુણેમાં પ્રમાદ એ નાનસૂને દુર્ગણ નથી. પ્રમાદમાં તો જીવ અનંતાભવ હારી ગયે, માટે શ્રી વીરવિજયજી પૂજાની ઢાળમાં ફરમાવે છે કે :
* તિહાં રાત્રિભૂજન કરતાં થકાં રે લોલ, માંજાર ઘુવડ અવતાર જે,
મુને સંસારશેરી વિસરી રે લોલ.” રાત્રિભેજના યોગે પ્રમાદ વધે, અને પ્રમાદી આવા અવતારને ન પામે તે બીજા ક્યા આવનારને પામે ? જો કે બધા સાપેક્ષ કથન હોય છે, પણ એ કથન પણ જીવનમાં અજબ પલટો લાવી દે છે. આપણા જૈનકુળમાં તે રાત્રિભેજનને નિષેધ છેજ પણ, પણ હિંદુઓનાયે માકડેય પુરાણમાં રાત્રિ ભજનને નિષેધ છે. તેમાં લખ્યું છે કે –