________________
૨૬૪
મને વિજ્ઞાન
જ્યારે પુણિયા શ્રાવકના જીવનમાં ધર્મની જ પ્રતિષ્ઠા હતી. અર્થની જ પ્રતિષ્ઠા કરનાર મમ્મણ શેઠ ઘેર દુર્ગતિને પામ્યા, જ્યારે જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા કરનાર પુણિયે શ્રાવક સગતિ પામ્યા. આ બન્ને પાત્ર તમારી નજર સામે ખડા કરવામાં આવે છે. જીવનમાં ધર્મને જ પ્રધાનતા આપનાર પુણિયા શ્રાવકે જીવનમાં જે અનુપમ શાંતિને અનુભવ કર્યો છે તે અનુભવ ભલભલા સંપત્તિના શિખર ઉપર બેઠેલા પણ કરી શક્યા નથી. આવા આદર્શ તમારી નજર સમક્ષ રાખે તે ઘણું સહેલાઈથી જીવનમાં ધમને પ્રધાનપદ આપી શકાય. જ્યારે આપણે વર્તાવ સંસાર માટે સગી મા જેવો છે અને ધર્મ માટે ઓરમાયું વર્તાય છે. જે ધર્મ સંસારસાગરથી પાર ઉતારનારે છે તેને રંગજીવનમાં ચળમજીઠ જે જોઈએ. ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી જેવા મહાન આચાર્ય ધર્મની ઉપાદેયતા વર્ણવે છે કે, પંડિતેને મુક્તિને અર્થે માત્ર એક ધર્મ જ ઉપાદેય છે. તે સિવાયનું બધુંય અંતે પ્રબળ દુ:ખનું કારણ છે.
સંગમાં સુખબુદિ એ જ મિથ્યાત્વ
સંસારી ઈષ્ટસંગમાં સુખ માની બેઠા હોય છે. તે માટે વર્ણવે છે કે –
નિત્ય ચિતચોર ફંડ્ય-રોઝ-સંપુટ | अनित्य यौवनं चापि कुत्सिताचरणास्पदम् ।'
ઈષ્ટ એવા પ્રિયસંગનું ગમે તેવું સુખ હોય પણ તે પ્રિયસંગ અનિત્ય છે. આપણે નજરે જોઈએ છીએ કે, ઘણાને ઠેસ વાગે ને કાયા ઢળી પડે છે. જ્યાં દેહ પોતે જ