________________
૩ જીવનમાં ધર્મની
પ્રતિષ્ઠા (પૂર્વાર્ધ)
આજે રવિવારના દિવસે જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા એ વિષય ઉપર જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું છે.
જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા કહો અથવા ધર્મનું સ્થાન કહો, એકની એક વાત છે. ગમે તે વિશાળકાય હાથી હોય પણ તે જેમ જંતુશળ વિના શોભતો નથી, અશ્વ દેખાવમાં ગમે તે સુંદર હોય પણ તે તેની સુંદર ચાલ વિના ભત નથી, ચંદ્રિવિના રજની શેભતી નથી; વિનય ગુણ વિના પુત્ર શોભતું નથી તેમ ધર્મ વિના જીવન શોભતું નથી. શરીરની શોભા ઉપર ઉપરથી ગમે તેટલી સારી હોય પણ તેમાં જીવ ન હોય તે તે શોભા શા કામની? તેમ ધર્મ વિનાનું જીવન એ જીવ વિનાનાં મૃતકલેવર જેવું છે. પૂ. આચાર્ય ભગવાન શ્રી. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ “શાસ્ત્રવાર્તા સમુચ્ચય' ગ્રંથમાં ફરમાવે છે કે –
‘उपादेयश्च ससारे धर्म एव सदा बुधैः विशुद्धो मुक्तये सर्व यतोऽन्यद् दुःखकारणम् ।।
સાધનને સાધ્ય ન માને આ સંસારમાં વિશુદ્ધ ધર્મ જ બુધજનેને મુક્તિ અર્થે સદા ઉપાદેય છે–આદરથી ગ્રહણ કરવા એગ્ય છે કારણ કે બીજું બધુંય અંતે દુઃખનું કારણ છે. હેય, રેય અને ઉપાદેય.