________________
અંતિમ અપૂર્વ આરાધના
૨૪૯ -આચરે છે તેજ કર્મો ઉદયકાળના સમયે પ્રાણી માત્રને વેદવાનાં રહે છે. તેમાં બીજ તો નિમિત્ત માત્ર છે. સતી મદનરેખા અંતિમ ઘડીએ પોતાના પતિને કેવી અનુપમ દષ્ટિ આપે છે? મદરેખાને દિવ્યવાણી સાંભળતાં યુગબાહુની આંખમાંથી મણિરથ તરફનું ઝેર ધીમેધીમે નીતરતું જાય છે અને તેની બને આંખોમાં જે રોષની લાલાશ હતી તેની જગ્યાએ મૈત્રીભાવનું અમૃત છલકાઈ જાય છે. આગળ વધીને કહે છેઃ “નાથ!હવે છેલ્લે અરિહંત, સિદ્ધ, સાધુ અને જિનેશ્વર ભગવંતોએ પ્રરૂપેલા ધર્મનું શરણ અંગીકાર કરે. કેવી સુંદર આરાધના કરાવે છે! જીવને છેલ્લે છેલ્લે જેનું શરણ છે, તેને પહેલાંથી જ અંગીકાર કરે તો એક સમય એવો આવે કે સદાકાળ માટે જીવ મૃત્યુના ભયમાંથી મુક્ત બની જાય. ભય ઊભો થાય એટલે માનવી શરણ ગોતે છે. તેમ જેને ભવનો ભય લાગ્યો હોય તે અરિહંતનું શરણ સ્વીકારે છે. અંતકાળે જેને અરિહંત સાંભરી આવે તેને તો બેડો પાર થઈ જાય.
ચાર શરણ અંગીકાર કરાવીને મદનરેખા પોતાના પતિને અંતિમ આરાધનામાં જીવહિંસા વગેરે અઢાર પાપસ્થાનકને ત્યાગ કરાવે છે અને કહે છેઃ “હે બુદ્ધિનિધાન! પરલોકનું ભાતુ બાંધો. પૂવે સેવાઈ ગયેલા પાપ કર્મોની આત્માની સાક્ષીએ ખૂબ ખૂબ નિંદા કરો. સર્વ પ્રાણી માત્ર સાથેના અપરાધને ખમાવી લે, એટલું જ નહિં, તેમણે તમારા ડેઈપણ અપરાધ કર્યા હોય તો તેમને પણ ક્ષમા આપે.”
' नाशयेन्निजमेवार्थ द्वेषस्तस्माद् विमुञ्च तम् । सुहृदो मम सवेऽपि जीवा इति विभावय ॥