________________
૨૩૦
મને વિજ્ઞાન છોકરાંને તેની બા કહે, જા તારા બાપુજીને કહેજે, બા બેન બધાને ફિલ્મ જોવા આવવું છે. છોકરે આવીને તેના બાપને કહે બાપુજી બા બહેન બધા મારી સાથે ફિલ્મ જોવા આવે છે. ત્યાં બાપ કહે તમે બધા જતા હો તો ચાલે હુંએ તમારી ભેગે આવું ? આ રીતે ઘરનાં વડિલ થઈને તમે પણ ચલતીમાં બેસી જાવ તે ઘર ઉપર તમારે કાબુ (કંટ્રોલ) કયાંથી રહેવાનો છે? તમારે તે ઘરનાં વડિલ તરીકે ખૂબ જ મક્કમ રહેવું જોઈએ, અને તો જ તમારે ઘરનાં નાના મોટા દરેક ઉપર કાબૂ રહે. ઘરમાં તમારે તે એવા મક્કમ રહેવું જોઈએ કે ઘરમાં તમારી હાંક વાગે, તમે જ જ્યાં રાંક બની જાવ ત્યાં હાંક કયાંથી વાગે? અને પછી છોકરાઓને શું વાંક કાઢ. તમારામાં પિલ જોઈ ગયા પછી તો છોકરાઓ તમે આંખ કાઢે તે એ પછી તમારું ન માને, માટે ઘરનાં વડિલ તરીકે તમારે ખૂબ મક્કમ રહેવું જોઈએ. તો જ ઘરમાં તમારે પ્રભાવ પડે.
કહેવાનું એજ છે કે – સિનેમા અને ટી. વી. વડીયાએ આ કાળમાં મનુષ્યના સંસ્કાર ધનને ઘણું મેટું નુકશાન પહોંચાડયું છે. ધનની બેટ પુરી શકાય પણ સંસ્કાર ધનની ખોટ શે પૂરી શકાય? માટે જે રસ્તે જવાથી સંસ્કાર ધનને હાસ થતું હોય તે રસ્તો જ મૂકી દે. સિનેમાથી જેમ સંસ્કાર બગડે છે તેમ આજની સહશિક્ષણની પ્રથાથી સહચાર વધે છે. અને સહચાર અંતે અનાચારને જન્મ આપે છે. જુવાન છેકરા-છોકરીઓને ભેગા ભણાવવા એ દારૂ ને દેવતા ભેગા કરવા બરાબર છે. પછી તેમાંથી પરિણામ કેવું આવે, સહશિક્ષણમાંથી કેવા અનિષ્ઠો જન્મ છે. એ આજે છાપાની દુનિયામાં કોઈનાથી કાંઈ અજાણ્યું નથી.