________________
૨૪
છે. તેઓના એ મુખ્ય પ્રશ્ન હાય છે કે મહારાજશ્રી આ મનને કેમ કાબુમાં રાખવું. માળા ગણતા હાઈએ, સામયિકમાં બેઠેલા હાઈએ ત્યારે પણ મન ખીજે ભટકવા ચાલ્યું જાય છે, ત્યારે આ રીતના પ્રશ્ન ઉઠાવનારને મેં પણ સામેથી “ઘણીવાર પૂછેલુ' છે કે માળા ગણતાં તમારુ મન બીજે ભટકવા જાય છે, પણ નોટોના બંડલ ગણતા મન કયારે પણ શ્રીજે ભટકવા ગયું? આવું પુછવામાં આવે એટલે પ્રશ્ન કરનારને જ તરત કહેવું પડે કે મહારાજશ્રી ? ત્યારે તા મન કયાંય બીજે ભમવા જતુ' નથી, ત્યારે તરત જ સામેથી કહેવું પડે કે તેના અર્થ એ થાય છે કે માળા તમે નિ:સાર માની છે અને પૈસામાં જ સાર માન્યુ છે. એટલે પૈસા ગણતા મન તેમાં ચાંટી જાય છે, અને માળા ગણતા મન ખીજે ભાગી જાય છે. આવું સમાધાન મળતા પ્રશ્ન કરનાર જ અંતે વિચારમાં પડી જાય છે,
મનેાવિજ્ઞાનના પુસ્તકમાં આવા આવા મનના વિષય અંગેના અનેક સમાધાન આપવામાં આવ્યા છે. માનવી જીવનમાં ધ નેજ સારભૂત માની લે તેા ધર્મની આરાધનામાં જોડાયા પછી મન બીજે કયાંય ભમવા નહીં જાય આતા પરિગ્રહાદ્રિ અસારભૂત વસ્તુઓને જીવે સારભૂત માની છે. અને ધર્માંજ ઉપાદેય છે એ વાત ખરાખર અંતઃકરણમાં ઉતરી નથી એટલે ધમ પ્રવૃત્તિમાં જેવી જોઈએ તેવી મનની એકાગ્રતા કેળવાતી નથી.
બીજા પણ ઘણાં વિષયેાની આ પુસ્તકમાં સંકલન કરવામાં આવી છે. વિષયાની પુષ્ટિમાં શાસ્ત્રીય પાઠો, સ્તવન, સજઝાયા, પદો દ્રષ્ટાંતા વિગેરે ઠેક ઠેકાણે આપવામાં આવ્યાં છે. સંકલના એવા સ્વરૂપે કરવામાં આવી છે કે વાંચકાના