________________
૨૧૨
મને વિજ્ઞાન મુનિ સંગથી નિલેપ હોય હવે આપણે ફરી પાછા મૂળ વાત ઉપર આવી જઈએ. હરિકેશી મુનિએ રાજકન્યા સુભદ્રાને છેલ્લે કહ્યું કે મુનિઓ. સંગમાત્રથી નિર્લેપ હોય છે એટલે પાણિગ્રહણની વાત સાથે મારે કોઈ પણ લેવાદેવા નથી. યક્ષને પણ એ વાત તે.
ખ્યાલમાં જ હતી. એટલે પછી બીજી રીતે તે કન્યાની વિટંબણા કરીને યક્ષે તેને ત્યાંથી રવાના કરી દીધી. યક્ષને ખાત્રી થઈ ગઈ કે હવેથી આ રાજકન્યા કોઈ કાળે કોઈ મુનિની આશાતના નહિ કરે. આટલી સજામાં તો આને ઘણે બોધપાઠ મળી ગયો છે.
રાજકન્યા ત્યાંથી પોતાના પિતાની પાસે આવે છે. બની. ગયેલી આખીયે ઘટના પોતાના પિતાને કહી સંભળાવે છે. તે સમયે રાજાની સમીપે રુદ્રદેવ નામે પુરોહિત બેઠેલે તે પુરોહિતે રાજાને કહ્યું કે રાજન્ ! આ કન્યા ઋષિપત્ની થએલી છે. જે કે મહર્ષિ વેરે એ પરણું નથી, પણ વાગૂ દાનથી અષિને અપાએલી છે. આને હવે તમારે બ્રાહ્મણને જ આપવી પડશે. ત્રાષિએ જેનો ત્યાગ કર્યો તે કન્યાને બ્રાહ્મણને આપવી એવું વેદ વચન છે. “રાજા, વાજા ને વાંદરા–રાજા પહિતના વચનથી ભેળવાઈ ગયો અને તેણે તે કન્યાને રુદ્રદેવ પુરોહિતને જ અર્પણ કરી. પુરોહિતને રાજકન્યા મળતા આનંદને પાર ન રહ્યો. એંઠવાડ મળી જાય તે કુતરાને કેટલો બધો આનંદ થઈ જાય તેમ શુદ્ર માણસ અસાર વસ્તને પામીને પણ આનંદિત બની જાય છે. પછી તે પુરોહિત તેની સાથે હર્ષથી ભેગ ભોગવવા લાગે.
એકવાર રુદ્રદેવ બ્રાહ્મણ યજ્ઞ સમારંભ જે છે. તેમાં સુભદ્રાને તેણે યજ્ઞ પત્ની બનાવી. યજ્ઞ પત્ની બનાવી તેને અર્થ એ કે યજ્ઞની અમુક કિયા બન્ને સાથે મળીને કરે! યજ્ઞમંડપમાં