________________
ગિરિરાજનાં આઠ શિખરા
૧૯૩
શકે ? મદનાં આઠ પ્રકાર છે. તેમાંથી જીવ જે કોઈ વસ્તુ અ ંગેના મદ કરે છે તે તે વસ્તુ જીવને ભવાંતરમાં હીન પણે પ્રાપ્ત થાય છે. આઠ પ્રકારમાં પહેલા જાતિમદ, બીજો કુળમદ, ત્રીજો રૂપમદ, ચેાથે ખળ મદ, પાંચમાં પ્રકારમાં લાભમદ, છઠ્ઠો બુદ્ધિમદ, સાતમા લેાકવલ્લભતામદ, અને આઠમે શ્રુતમ છે. આ મદના આઠ પ્રકાર છે. આ આઠે પ્રકાર ઉપર શ્રી પ્રશમરતિ પ્રકરણને આધારે લખાણથી છણાવટ કરવાની છે.
જાતિમદને લીધે હીન જાતિની પ્રાપ્તિ
મદથી અંધ બનેલાં મનુષ્ચા જીવનમાં કોઈ પરમાથ સાધી શક્તા નથી. કહેવતમાં પણ કહેવાય છે કે,
ગવ ક સાઇ નર હાર્યાં !”
આ ભવમાં જાતિના મદ કરનારા મનુષ્યે ભવાંતરમાં અધમ જાતિમાં ઉત્પન્ન થાય છે. કુળનું મદ કરનારાં અધમ કુળને પામે છે. ભવાભવમાં તેવા આત્માએ ચંડાળ જેવા અધમ કુબેઢમાં ઉત્પન્ન થાય છે. મદ કરનારા આ સ્વરૂપે હીનતા પ્રાપ્ત કરે છે. પહેલા મદ જાતિના છે.
"न सा जाइ न सा जोणी न तं ठाणं न तं कुलं " न जाया न मुआ जत्थ सव्वे जिवा अनंतसे
દુનિયામાં એવી કઇ જાતિ નથી, એવું કાઈ કુળ નથી, એવું કોઈ ચેાનિસ્થાન ખાકી રહ્યું નથી કે જે જાતિમાં, જે કુળમાં, અને જે ચેાનિસ્થાનમાં સંસારવતી સર્વ આત્માએ અન તીવાર ન જન્મ્યા અને અનંતીવાર મૃત્યુને ન પામ્યા ાય ! સંસાર જીવને આજ કાલથી વળગેલા નથી. જીવ જેમ અનાદિથી છે તેમ સંસાર પણ અનાદિના છે અને જીવની સાથે
૧૩