________________
(૧૭૪
મનોવિજ્ઞાન
કિયાઓ અથવા જ્ઞાનદર્શન અને ચારિત્રની આરાધના એને વિધિ કહેવામાં આવે છે. રાગદ્વેષાદિને પરિત્યાગ તેને પ્રતિષેધ કહેવામાં આવે છે. આ રીતના વિધિ અને પ્રતિષેધથી આત્માના સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. આજે મોટે ભાગે કિયા થાય છે. રત્નત્રયીની આરાધના પણ વિધાન મુજબ ઘણાં ભાગ્યશાળી આત્માઓ કરે છે. પણ તેની સામે પ્રતિષેધ તરફ ધ્યાન દેવાતું નથી.
ઉપશમ ભાવમાં જ આરાધક ભાવ દવાના સેવન સાથે જે કુપથ્યને પ્રતિષેધ ન થાય તે વ્યાધિ ઉપશમે નહિ. તેમ ભવવ્યાધિના નાશ માટે રત્નત્રયીરૂપ પરમ ઔષધનું સેવન કરવાની સાથે કામ-કોધાદિ કુપથ્યને ત્યાગ હવે જોઈએ. તે આજે જોવામાં આવતું નથી. સમાજમાં અમુક પ્રશ્નો એવા તે સળગતા રહ્યા છે કે રાગ-દ્વેષનો અને કષાયને અગ્નિ સદા સળગતે જ રહે. ખરી રીતે આરાધક ભાવ ઉપશમભાવને આધારે છે અને તેનું વિધાન બારસાસ્ત્રમાં સ્પષ્ટપણે કરાયેલું છે. તે પણ એકાંતે વ્યવહાર નયને વળગવા જતાં નિશ્ચયનયના વિધાન તરફ આજે લક્ષ જ દેવાતું નથી. આવી જ્યાં આજે સ્થિતિ હોય ત્યાં વિખવાદને અગ્નિ સમાજમાં કયાંથી ઉપશમે?
શ્રીમાન આનંદઘનજી અભિનંદન સ્વામીને સ્તવનમાં કહે છે તેમ “સહુ થાપે અહમેવ” સૌને પિતાનું અહંપદ સ્થાપવું છે. એટલે કે અમે કહીએ તે જ સાચું છે. બીજા સામે ગમેતેવા ગીતાર્થ હોય પણ તેમની વાતને અહંભાવને લીધે તેઓ વિચારતા જ નથી. નહિ તે સરળતાથી બધા સળગતા પ્રશ્નોને નિકાલ લાવી શકાય છે. પરંતુ તે જ્યારે