________________
શાંતિને સંદેશ
૧૬૯ વિશેષણે મૂક્યા છે તેમાં રત્નત્રયીની વાત આવી જાય છે. ગુરુ ભગવંત આગમધર હોય એટલે સમ્યજ્ઞાનયુકત હોય. સમકિતી હોય એટલે સમ્યગ્દર્શનથી ઉપેત હોય. સમકિત ન હોય તે નવપૂર્વ સુધીનું જ્ઞાન પણ અજ્ઞાનરૂપે પરિણમે છે.
ત્રીજા વિશેષણમાં ગુરુભગવંત સંવર કિયાથી યુકત હોય એટલે ચારિત્રગુણથી અલંકૃત હોય છે. ટૂંકમાં રત્નત્રયનાં જે પરમારાધક હોય અને અન્યમાં આરાધક ભાવ જગાડવાવાળા હોય તે જ સદ્ગુરુ ભગવંત છે, અને આવા ગુરુ ભગવંતના આલંબનથી જીવને સમ્યક્દર્શનની પ્રાપ્તિ થાય છે. આ ચોથી ગાથામાં નિમિત્તની પુષ્ટિ કરી છે, શુષ્ક અધ્યાત્મી જે એકાંતે નિમિત્તને લેપ કરતાં હોય છે તેમના માટે આ ગાથા માર્ગદર્શનરૂપ છે. હવે પાંચમી ગાથામાં પણ નિમિત્તની જ પુષ્ટિ કરે છે.
જીવવું થોડું અને જે જાળ ઘણી શુદ્ધ આલંબન આદરે,
તજી અવર જંજાળ રે. તામસી વૃત્તિ સવિ પરિહરી,
| ભજે સાત્વિકી સાલ રે...શાંતિ. ૫
આવા સદગુરુ ભગવંત અને જિનપ્રતિમા વગેરેના શુદ્ધાલંબન મળ્યા પછી બીજી સર્વ જંજાળને ત્યાગ કરીને શુદ્ધ આલંબનનું પરમ પ્રીતિભાવથી–ભક્તિભાવથી આદર-બહુમાન કરે અને તેવા નિમિત્તાનું સેવન કરે. મનુષ્ય જંજાળ ના છેડે ત્યાં સુધી સ્થિર ભાવથી શુભ નિમિત્તોનું સેવન કરી શકતું નથી. એટલે શ્રી આનંદઘનજી કહે છે કે, સર્વ જ જાળને ત્યાગ કરીને શુદ્ધ આલંબનને ગ્રહણ કરે, આજે તે જીવન અતિ અલ્પ