________________
મનોવિજ્ઞાન (ઉત્તરાર્ધ)
૧૬૧ પરંતુ આ સેવકને તારતા નથી તો શું ભદધિ તારક એવું જુઠું બિરૂદ ધરાવે છે? આવા તો ઠેકઠેકાણે ભક્ત ગીઓએ પરમાત્માને ઓલંભા આપેલ છે. ગીરાજ આનંદઘનજી પણ ત્રિલોકના નાથ પરમાત્માને વિનવે છે કે નાથ! આપે તો આપના મનને વશ કર્યું એ આગમની રીતે મેં માન્ય કર્યું. પરંતુ સાચું છે ત્યારે માનું કે જ્યારે મારા મનને વશ આણી દે!
ભક્ત હૃદય ભક્તિભાવનાથી તરબળ હોય છે, અને ત્યારે જ આવા અંતરના ઉદ્દગાર નીકળે છે. તમને પણ સાધુ મહારાજ તરફ અંતરની લાગણી હોય એટલે કહી શકે ને કે, આપ સાધુ બન્યા એ મારે મન આનંદની વાત છે; પણ મને સાધુ બનાવે તે માનું કે આપ ખરા સાધુ છે. શ્રી આનંદઘનજીએ તે પોતાના રચેલા સ્તવમાં એકલે ભક્તિરસ અને અધ્યાત્મરસ છલકાવ્યું છે. તે અંગે આ સ્તવનના વિવેચન પરથી આપને ખ્યાલ આવ્યો હશે. આવાં ગી પુરુષોએ આ પડતા કાળમાં અમૃતનાં વરસાદ વર્ષાવ્યા છે. માનવીનું મન અશાંત બનેલું હોય અને શ્રી આનંદઘનજી જેવા કેઈ પણ યેગી પુરુષે રચેલું એકાદ પદ કે સ્તવન નિર્જન વાતાવરણમાં રહીને સુમધુર કંઠે લલકારે તે તેના અંતરમાં પરમાનંદ છવાઈ જાય અને મેરેમમાં આનંદ ઉભરાઈ જાય. પ્રાચીન કાળની સ્તવન સઝાય વગેરેની કૃતિઓમાં પણ ઘણા ઊંડા રહસ્ય ભરેલા છે, એટલે આપણે આજના વ્યાખ્યાનમાં શ્રી કુંથુનાથ ભગવાનના સ્તવન પર લંબાણથી વિવેચન કર્યું છે.