________________
મનોવિજ્ઞાન (ઉત્તરાર્ધ)
૧૫૯
મન અને ઈંદ્રિ પર વિજય કેમ ન મેળવી શકે? આવી દષ્ટિ જેમની પાસે છે તે મહાપુરૂષે મન અને ઇન્દ્રિય પર વિજય મેળવી શકે છે. મન કાબુમાં આવે જે ભવનો ભય લાગે તો
રાજાની આ હીતની સમજાવટથી ગુણવર્મા રાજાને કહે છે. આપે મારી નાસ્તિકતા દૂર કરી અને મહાપુરુષ પ્રતિ આપે મારા મનમાં સદ્ભાવ જગાડ્યો! ખરેખર મૃત્યુના ભયથી હું મારા મનને વાટકામાં સ્થિર કરી શક્યો. તેવી રીતે મહાપુરૂષો પણ જરૂર પિતાના મનને વશ કરી શકે છે. એમાં હવે મને શંકા નથી. રાજા કહે છે તેને નિઃશંક બનાવવા જ મેં આ પ્રયાસ કર્યો છે. તારી પર ચેરીને જે આપ આ તેમાં પણ હું જ નિમિત્તરૂપ છું. તને મહાપુરુષે પ્રતિ શ્રદ્ધાળુ બનાવવાજ મેં આ પ્રપંચ રચ્યો હતે. તારી ભ્રમણ દૂર થઈ જતાં તને અને તારા પરિચયમાં આવનાર દરેકને પારમાર્થિક દષ્ટિએ ઘણો લાભ થયો છે. આજ વાતનો ઉલ્લેખ પૂ.ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજીએ જ્ઞાનસાર નામે ગ્રંથમાં કર્યો છે.
तैल पात्रधरो यद्वत् राधावेधोद्यतो यथा । क्रियास्वनन्यचित्तः स्याद, भवभीत स्तथा मुनिः।।
તેલથી સંપૂર્ણ ભરેલા પાત્રને ધારણ કરનાર પુરુષ અને રાધાવેધ સાધવાનો પ્રયત્નશીલ બનેલે પુરૂષ જેમ તે ક્રિયામાં ચિત્તની એકાગ્રતા કેવળે છે. તેમ સંસારથી ભય પામેલાં મુનિ પણ ચારિત્ર ક્રિયામાં તેવીજ એકાગ્રતા કેળવે છે. તે ક્રિયામાં સંપૂર્ણ એકાગ્રચિત્તવાળા હોય છે, જે ભવને ભય લાગે તો મન અને ઇઢિયે કાબૂમાં આવી જ જાય.વિષની પીડા જેને થઈ હોય તે મંત્રવાદીની ધમાં રહે છે. રેગિષ્ટ ધવંતરીની શોધ ચલાવે