________________
૧૫૧
મને વિજ્ઞાન (ઉત્તરાર્ધ)
મન નપુંસક છતા સર્કલ મરદને ઠેલે
શ્રી આનંદઘનજી મહારાજ કહે છે કે મેં તે એમ માન્યું હતું કે મન વ્યાકરણની દ્રષ્ટિએ, ભાષા પ્રયોગની અપેક્ષાએ નપુસંક લિંગી છે. જેમ કે “મનઃ મનસીમનાંસિ-મનાંસિવારીવારિણ-વારિણી. વ્યાકરણ પ્રમાણે આ રીતે થતાં શબ્દ પ્રયોગ નપુંસકલિંગી કહેવાય છે. આ રીતના શબ્દપ્રોગની અપેક્ષાએ મન પણ નપુંસક લિંગી છે, છતાં ભલભલા મરદાનગીવાળા કહેવાતા મરદે પણ આ નપુંસક લિંગ કહેવાતા મન આગળ પીછેહઠ કરી જાય છે. જેનામાં પુરુષાતન હોય તેને પુરુષ કહેવાય. જે નમાલા જેવાં હોય તેને નપુંસક કહેવાય, છતાં આ મનની બાબતમાં તેથી ઉલટું છે. મન નપુંસક લિંગ છે છતાં પુરુષોને પણ તે કયાંના કયાં દૂર પટકી દે છે. બીજી બધી વાતમાં મનુષ્ય ઘણાં સામર્થ્યશાળી જોવામાં આવે છે પણ આ મન ઉપર તેવા સમર્થ કહેવાતા મનુષ્ય પણ વિજય મેળવી શકતાં નથી. અર્થાત મરદ કહેવાતા મનુષ્યમાં પણ મનને જીતી લેનારા વિરલા છે, એટલે શ્રી ઉત્તરાધ્યયન જેવાં આગમસૂત્રમાં ગણધર ભગવંતોએ સ્પષ્ટ વિધાને કર્યો કે હે આત્મન ! તારે યુદ્ધ જ કરવું હોય તે તું મન સાથે યુદ્ધ કર! બહારનાં સાથે તારે યુદ્ધ કરવાનું પ્રયોજન શું છે?”
કેવાં મહામૂલાં વચનો ઉચ્ચાર્યા છે કે જેની કિંમત કેહીનૂર ને રત્ન ચિંતામણિ કરતાં અનંતગણી છે. આ તે વાણરૂપી રસાયણ કહેવાય, જેનાં વિધિપૂર્વકના સેવનથી જીવનાં ભવવ્યાધિને અંત આવી જાય છે. સામાન્ય દવાઓના સેવનથી દ્રવ્ય આરોગ્યની પ્રાપ્તિ થાય છે, જ્યારે આ વાણીરૂપ રસાયણનાં સેવનથી તો જીવને મેક્ષરૂપી ભાવઆરોગ્યની પ્રાપ્તિ થાય છે. પિત્તના દર્દથી ઘેરાએલે મનુષ્ય શર્કરા, એલચી અને કેસરથી સંસ્કારેલાં