________________
૧૪૯
મનોવિજ્ઞાન (ઉત્તરાર્ધ)
તં દુલિયા મચનું દૃષ્ટાંત ભલભલા પંડિતે સમજાવે છે છતાં મને સમજાતું નથી. મનને સમજાવવા માટે તે શાસ્ત્રોમાં તંદુલિયા મત્સ્ય વગેરેનાં દૃષ્ટાંત અપાએલાં છે. સમુદ્રમાં મેટાં માસ્યની આખની પાંપણમાં તંદુલિયે મત્સ્ય ઉત્પન્ન થાય છે. તેનું તંદુલિયે નામ એટલા માટે છે કે ચોખાના દાણા જેટલું જ તેનું શરીર હોય છે અને તેનું આયુષ્ય માત્ર બે ઘડીનું હોય છે. મહામસ્યાના પેટમાં કેટલાય નાના માસ્ય પ્રવેશ કરતા હોય છે અને પાછા બહાર નીકળી જતા હોય છે. પાણી તેના પેટમાં ખૂબ ભરાઈ જાય એટલે મેટું પહેલું કરીને પાણી બહાર કાઢવા જાય તેની સાથે માછલા પણ બહાર નીકળી જાય. તંદલિયે મત્સ્ય આંખની પાંપણમાં બેઠે બેઠે એ સમયે એવું દુધ્યાન ધરતે હોય છે કે આ મહામસ્યની જગ્યાએ હું હેઉ તો આમાંથી એક પણ મસ્યને જીવતો મારા પેટમાંથી બહાર ન જવા દઉં? શરીરથી કોઈ મત્સ્યનું વધ કરવાની તેનામાં તાકાત હોતી નથી, પણ મનથી એ આ રીતનું દુધ્ધનધરે છે અને પોતાનું બે ઘડીનું આયુષ્ય પુરું થઈ જતાં મૃત્યુને પામીને તંદુલિયે મત્સ્ય , સાતમી નરકે જાય છે.
મનથી કર્મ કેવા બંધાઈ જાય છે તે માટે તંદુલિયે મસ્ય દષ્ટાંત રૂપ છે. ઘણા મનમાં શારીરિક બળ નથી હતું ઘણું તો એવા હોય કે જેમનામા સેકેલો પાપડ ભાંગવાની તેવડ નહોય, છતાં મનમાં બીજાનું ખરાબ ચિંતવીને ઘેર કર્મ ઉપાર્જન કરતા હોય છે. એ બધા તંદુલિયા મત્સ્યના મોટાભાઈ નથી તે બીજું શું છે ? “કાં દુનિયામાં આ નહિ ને કાં હું નહિ, “આ પાર કાં પેલે પાર.” આવા શબ્દો ઘણાનાં મેઢામાંથી નીકળી જાય છે. આને જ અત્યંતર રૌદ્રતા કહેવામાં આવે છે.