________________
૧૪૬
મને વિજ્ઞાન
અક્ષય અકલંક છે જીવનું,
જ્ઞાન આનંદ સ્વરૂપ રે” * દેહ મન, વચન વગેરે પુગલે થકી જીવનું સ્વરૂપ ભિન્ન છે, એટલું જ નહિ કર્મથી પણ જીવ ભિન્ન સ્વરૂપવાળો છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ પુદ્ગલનું લક્ષણ છે. જ્યારે જ્ઞાન, દર્શન અને ચારિત્ર અથવા ઉપગ એ જીવનું લક્ષણ છે. આઠ કર્મની ગણના પણ પદ્ગલ દ્રવ્યમાં થાય છે. અક્ષયઅકલંક જ્ઞાન અને આનંદ એ જ જીવનું શુદ્ધ સ્વરૂપ છે. લક્ષણની ભિન્નતા હોવાથી બધા પગલાદિ પરદ્રવ્યોથી જીવનું ભિન્ન સ્વરૂપ છે. શરીરના ધર્મો સડણપડણવિવંશન છે. સંકલ્પ વિકલ્પ એ મનના ધર્મો છે. એ બધાથી જીવનું સ્વરૂપ જુદું પડે છે. માટે શરીર અને શરીરના ધર્મોથી તે આત્મા ભિન્ન છે, પણ મન અને મનના સંકલ્પવિકલ્પરૂપ ધર્મોથી પણ જીવનું સ્વરૂપ ભિન્ન છે. જ્ઞાતા-દ્રષ્ટા ભાવથી જગતના ભાવેને જેવા કે જાણવા એ જીવને સ્વભાવ છે, પણ તેમાં સંકલ્પ વિકલ્પ કરવા એ બધે વ્યાપાર મનને છે, જીવને જ્યારે ભેદ વિજ્ઞાન થઈ જાય છે, ત્યારે જીવ સંકલ્પવિકલ્પ રૂપ માનસિક ધમેને ત્યાગ કરીને પોતાના નિવિકલ્પ ઉપાગમાં સ્થિર બનતું જાય છે.
કર્મથી કલ્પના ઉપજે,
પવનથી જેમ–જલધિ વેલ રે! રૂપ પ્રગટે સહજ આપણું,
દેખાતા દૃષ્ટિ સ્થિર મેલ રે!” પવનના તેફાનને લીધે જેમ સમુદ્રમાં ભરતી આવે તેમ આત્માની સાથે કર્મને ચેન થવાથી અનેક પ્રકારની કલ્પનાઓ ઉત્પન્ન થાય છે. જીવની સાથેના તન-મનના રોગનું કારણ