________________
૧૪૦
મનોવિજ્ઞાન
જ્ઞાન ને ધ્યાન અભ્યાસે. વયરીડું કાંઈ એહવું ચિંતે,
નાખે અવળે પાસે. હા કુંથુજિન મનડું કિમ હી ન બાજે ૩
આ ત્રીજી ગાથા શ્રી હેમચંદ્રાચાર્ય રચિત ગશાસ્ત્રનાં ચતુર્થમાં પ્રકાશમાં આવતી છત્રીસમીગાથા સાથે તદ્દન મળતી આવે છે જાણે શ્રી આનંદઘનજીએ યેગશાસ્ત્રની છત્રીસમી ગાથાને જ ત્યાંથી ઉપાડીને આ સ્તવનમાં કાવ્યમય ગુર્જર ગિરામાં ઉદ્ધત ન કરી હોય! બન્ને ગાથાઓનાં ભાવાર્થને સરખાવવા માટે તે ગાથાને અહિં પુષ્ટિમાં લેવામાં આવે છે.
तप्यमानास्तपो मुफ्तौ गंतुकामान् शरीरीणः । वात्येव तरल चेत : क्षिपत्यन्यत्र कुत्रचित् ।। તપસ્વી કહેવાતા પણ મેહના પાશમાં
શ્રી આનંદઘનજી ફરમાવે છે: “મુકિત તણા અભિલાષી તપિયા” શ્રી હેમચંદ્રાચાર્યજી ફરમાવે છે કે” તથાણાનાં સત્તા मुकतौ
બને ગાથાઓનાં પ્રાસ કેટલાં મળતાં આવે છે. તેમાં બને મહાપુરુષને કહેવાને ભાવાર્થ એ જ છે કે મેક્ષ પદ મેળવવાની અભિલાષાથી કેટલાય આત્માઓ ઉગ્રપણે તપ તપતાં હોય છે અને તે તપ પણ જ્ઞાન ને ધ્યાનના અભ્યાસપૂર્વક તપતા હોય છે. નહી તે એકલું તપજ તપતા હોય અને જ્ઞાન ને ધ્યાન બાજુ પર રહી જાય છે તેવા તપને પણ કશે અર્થ નથી. આ તે જ્ઞાન ધ્યાનનાં અભ્યાસપૂર્વક તપ તપતા હોવા છતાં તેવા ઉગ્ર તપસ્વીઓનું મન પણ કયારેક એવું દુર્યાનમાં ચડી જાય છે અને અંદરથી એવું ચિંતવન