________________
૧૩૪
મનોવિજ્ઞાન ધ્યાતા, ચેય અને ધ્યાનની એકાકારતા
આપણે જે કુંથુનાથ ભગવાનના સ્તવત પર વિવેચન કરવાનું છે, તે સ્તવનની રચને આવા મહાન યોગીપુરુષે કરેલી છે. આજથી લગભગ ત્રણ વર્ષ પૂર્વે આ રચના થયેલી છે. આ એક સ્વવનના વિવેચન પરથી આપને લાગશે કે તેમણે રચેલા દરેક સ્તવને અર્થ સહિત ગુરુગમથી વિચારવા જેવા છે. આનંદઘનજી જેવા રોગી પુરુષને પણ મનને સૂમ કેયડા અંગેની હદયમાં વિમાસણ પેદા થઈ છે, અને દેવાધિદેવ શ્રી કુંથુનાથ ભગવાનને સ્તવનામાં વિનવે છે.
કુંથુજિન મનડું કિમ હી ન બાજે, જિમ જિમ જતન કરીને રાખું. તિમ તિમ અલગું ભાજે,
હો કુંથુજિન મનડું કિમ હીન બાજે.” ૧ કુંથુનાથ પ્રભુ! આ મનડું કેમે કરી સ્થિરતાને પામતું નથી જતન કરીને જેમ જેમ આ મનને સ્થિરતા પમાડવાના પ્રયાસો કરું છું તેમ તેમ દૂરને દૂર ભાગતું જાય છે. હું આ મનને નાથ ! આપ પરમાત્માના શુદ્ધ સ્વરૂપના ચિંતનમાં એકાગ્ર કરવાના પ્રયાસ કરું છું ત્યાં તે મર્કટની જેમ છલાંગ મારીને કઈ જુદા જ વિષયમાં પ્રવેશ કરી જાય છે. મન જે પરમાત્મ
સ્વરૂપમાં એકાગ્ર બને તો પછી બાકી શું રહે? નિશ્ચયથી તે પિતાને આત્મા પણ પરમાત્મ સ્વરૂપ છે. અનંતજ્ઞાન, દર્શનને ચારિત્ર એજ મારુ શુદ્ધ સ્વરૂપ છે. શરીરાદિ બધા બાહ્ય પદાર્થોથી ભિન્ન હું એક અવિનાશી ચૈતન્ય સ્વરૂપ છું. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંતવીર્ય આવા અનંત ચતુષ્ટયને હું સ્વામી છું. સત્તાગત આત્મામાં અનંત