________________
૧૨૨
મનોવિજ્ઞાન સ્થિરતા અને આનંદવાળી છે. અનેસુલીન નામની ચોથી અવસ્થા છે, જે નિશ્ચલ અને પરમાનંદવાળી છે. જેવા તે અવસ્થાઓનાં નામ છે તેવાજ તે અવસ્થાઓમાં ગુણ છે. મનની જેટલી સ્થિરતા રહે એટલે જીવનને આનંદ છે. સાધક અભ્યાસનાં બળે માર્ગમાં જેમ જેમ આગળ વધતો જાય તેમ તેમ શરૂઆ તની મનની બને અવસ્થાઓને ઓળગીને ત્રીજી અને ચોથી અવસ્થામાં દાખલ થાય છે. અને પરંપરા એ અભ્યાસની પ્રબલતાથી મેગીને નિરાલંબન ધ્યાનની પ્રાપ્તિ થતાં તેના ફળ રૂપે સમરસી ભાવને પામી પરમાનંદપણું અનુભવે છે. એક મનને જ કેળવી લો એટલે બેડો પાર
માનવી પાસે મનનાં આલંબને વિચારણા શક્તિ છે. એજ તેની મહત્તા છે. માનવી સારાસારનો વિચાર કરી શકે છે, તેમ જ તત્ત્વાર્થની પણ ઉંડાણથી ચિંતવના કરી શકે છે. તત્વાર્થની વિચારણા એ જ બુદ્ધિનું વાસ્તવિક ફળ છે. માનવી તત્વાર્થનાં સારને પામી જાય તે અંદરની વૃત્તિઓ પર માનવીને વિજય થઈ જાય. બધા શાસ્ત્રોને સાર એટલો જ છે કે વૃત્તિપર વિજય મેળવવા અને ચિત્તની વૃત્તિઓને નિષેધ એજ શ્રેષ્ટ વેગ છે. રાગ દ્વેષાદિ નબળી વૃત્તિઓને લીધે જ માનવીનું મન વિકળ બને છે. મનની વિકલતામાંથી આકુળતા જન્મે છે. અને આકુળતા અશાન્તિને જન્મ આપે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ સ્પષ્ટતયા કાવ્યમય ગુર્જર ગિરામાં ફરમાવ્યું છે કે કલેશ વાસિત મન સંસાર,
કલેશ રહિત મન તે ભવપાર છે કલેશ વાસિત જે મન તે જ સંસાર છે. અને કલેશ રહિત મન : તેજ ભવપાર કહેતા મેક્ષ છે. મનને કલેશ રહિત બનાવવામાં