________________
૧૨૦
મનોવિજ્ઞાન પુણિયે શ્રાવક સ્થિર ચિત્ત અને સમભાવે સામાયિક કરતા હતા તે ભગવાને તેની સામાયિકની કેટલી બધી કિંમત આંકી છે શ્રેણિક મહારાજાને ભગવાને કહેલું કે રાજન્ ! પુણિયા શ્રાવકની સામાયિક ખરીદી લે તો નરક ગતિને ફેર ટળી જાય. શ્રેણિક પિતાને નરકે જવું પડશે એ વાત સાંભળીને મુંઝાઈ ગયેલા. તેમાંથી બચવા માટે શ્રેણિકે ભગવાનને રસ્તા પૂછો ત્યારે આ રસ્તો બતાવ્યું અને એવા બીજા પણ રસ્તા બતાવ્યા. પરંતુ તેમાંથી શ્રેણિક એકેમાં સફલ થયા નથી. પુણિયા શ્રાવકે કહી દીધેલું કે રાજન ! સામાયિક એ બજાર વસ્તુ નથી કે હું આપી દઉં. એ તો આત્માના પરિણામની વસ્તુ છે અને તે પરિણામ ચારિત્ર મેહનીય કર્મના ક્ષપશમથી આત્મામાં પ્રગટ થાય છે. માટે આમાં લેવડદેવડ થઈ શકતી નથી. શ્રેણિક તે પુણિયા શ્રાવકને આખા મગ દેશનું સામ્રાજ્ય આપવાને તૈયાર થઈ ગયા, પણ પુણિયા શ્રાવકે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે સામાયિક એ બાહ્ય વસ્તુ નથી. હવે આપ વિચારી જુઓ સામાયિક એ કેટલી મહાન વસ્તુ છે ! લાખો અને કરોડો સોનામહોરનાં દાન કરતાં સામાયિકનું ફળ અધિક છે. માત્ર તેમાં મનની એકાગ્રતા રહેવી જોઈએ.
ધાર્મિક જીવનને પાયે પુણિયા શ્રાવક જેવાને પણ સામાયિકમાં એકવાર ડીક અસ્થિરતા થઈ ગયેલી. તરત પિતાના ઘરવાળાને કહ્યું કે આજે સામાયિકમાં પરિણતી જામતી નથી તેનું કારણ શું છે! તરત તેમનાં ઘરવાળાએ કહ્યું કે આજે મારાથી થોડીક ભૂલ થઈ ગયેલી છે. આજે અડાયા છાણું રાજરસ્તા પરથી રાજકર્મચારીઓની પરવાનગી વિના લઈ આવી છું. પુણિયા શ્રાવકે કહ્યું કે આટલી