________________
૧૧૦
મને વિજ્ઞાન
ખામી માત્ર વિવેકની પ્રસન્નચંદ્ર મહષિ જે સમયે ભયંકર કેટીનાં દર્યાનમાં ચડી ગયેલાં હતાં તે જ સમયે હાથીની અંબાડી પર બેઠેલા શ્રેણિક મહારાજાએ એમને ધ્યાનસ્થ અવસ્થામાં ઊભેલાં જોયા હતા. કારણકે શ્રેણિક મહારાજા પિતે જ ચતુરંગી સેના સહિત પરમાત્માને વંદન કરવા જઈ રહ્યા હતા. શ્રેણિક મહારાજાને પણ થઈ ગયેલું કે ધન્ય છે આ મહાત્માને !! કેવું એકાગ્ર ચિત્તો ધ્યાન ધરી રહ્યા છે ! હાથીની અંબાડી પરથી નીચા ઊતરીને શ્રેણિક મહારાજા મહષિને ત્રણ પ્રદક્ષિણ દેવા પૂર્વક વંદન કરે છે. શ્રેણિક જેવાં રાજવી કેટલે વિનય અને વિવેક જાળવે છે! આ રીતે કેઈ મહાત્મા સામે મળ્યા હોય તે તમે મેટરમાંથી નીચે ઊતરે ખરા? મોટરમાં બેઠાં બેઠાં જ હાથ જોડી લેતા હશે ! અરે ? એ રીતે જોડનારાં પણ વિરલા છે. આજે તમારા જીવનમાં કઈ વાતની ખામી નથી. ખામી માત્ર વિવેકની છે. જ્યારે ધર્મ માર્ગમાં વિવેકની તો પહેલી જરૂર છે. આજનાં સુખ શીલીયા મનુષ્યએ ધર્મને પણ સગવડીઓ કરી નાંખે. એ બરાબર નથી. ધર્મમાં કષ્ટો વેઠવા પડે તે પણ હસ્તે એ વેઠી લેવા જોઈએ. તેમાં પણ એકાંતે નિર્જરા છે.
ઋષિ પામ્યા કેવળજ્ઞાન શ્રેણિક મહારાજ પ્રસન્નચંદ્ર મહર્ષિને દર્શન કરી ભગવાન મહાવીર પરમાત્માના સમવસરણમાં આવે છે. ભગવાનને વિવિધપૂર્વક વંદન કરી અને પમાત્માની વાણી–સુધાનું પાન કર્યા બાદ પરમાત્માને પૂછે છેઃ પ્રભુ! મે રસ્તામાં પ્રસન્નચંદ્ર મહર્ષિને કર્યોત્સર્ગ ધ્યાનમાં ઊભેલાં જોયા તેઓ તે અવસરે