________________
મનોવિજ્ઞાન (પૂર્વાર્ધ)
૯૭ માથે ઘોર દુઃખ પડવાના છે. કારણ સુખને રાગ જીવ પાસે પાપ કરાવે છે. પૌગલિક સુખની મીઠાસ એ મેહનીય કર્મ જનિત છે. ભાવિમાં જેની પાછળ અનંત દુખ છે તેવા ક્ષિણપૂરતા સુખને સુખ માની લેવું એના જેવું બીજું ઘર અજ્ઞાન કયુ છે? બીજા શબ્દોમાં આને જ મીથ્યાત્વ મોહ કહેવામાં આવે છે. જીવન સુખમાં રાગ અને દુઃખમાં દ્વેષ એ જ અનાદિની બંધ પરંપરા છે–રાગદ્વેષથી જ જીવને બંધ છે. સુખ દુખ બન્નેમાં સમભાવ આવે ત્યારે આ બંધ પરંપરા અટકે છે. એકમાં ન રાગ કે બીજામાં ન ષ એ જ ખરે પરમાર્થ છે. દુ:ખમાં કંઈક જાગૃતિ રહે, જ્યારે સુખમાં તો ભલભલા છકી જાય છે. માટે સંસારનાં દુઃખ કરતાં એ સુખ ભયંકર છે. સુખ માટે જીવ ઘોર પાપ આચરે છે. અને પાપ વિપાકમાં અતિ દારુણ હોય છે. આવી સમજણ આવે તે કૃત્રિમ સુખ પાછળની મનની દોડધામ મટી જાય. વાસ્તવિક સાચું સુખ આત્મામાં જ છે. અનંત અવ્યાબાધ સુખ આત્મામાં છે, જ્ઞાન જેમ આત્મામાં છે તેમ સુખ પણ આત્મામાં છે. પગલિક સુખ વિષયજન્ય છે. આત્મિક સુખ તદ્દન નિર્દોષ છે. તેની પ્રાપ્તિ માટે કઈ પાપ આચરવા પડતા નથી. આ રીતની સમજણથી જ મન વિશ્રાંતિને પામે છે.
પિસો એ પરમેશ્વર નહિ પણ વિનશ્વર
ચોમેર પરિભ્રમણ કરતાં મનને અને અશુભ ભાવમાં પરિ. ગમતા મનને રાક્ષસની ઉપમાં છે. જ્યારે સ્વરૂપમાં વિશ્રાંતિને પામેલાં સ્થિર મનને કલ્યાણમિત્રની ઉપમાં છે. તેવું મન તે મેક્ષપદની પ્રાપ્તિમાં કારણ બને છે. મન વિશ્રાંતિને પામે ક્યાંથી ? આજે ભલભલાનું મન પૈસાની પાછળ અને