________________
મનેાવિજ્ઞાન (પૂર્વાધ )
૯૫
શેઠની ખાસિયત જાણતા હેાવાથી તરત જ પેલા ભાઈને કહ્યું કે શેઠને તમારે મળવું છે, પણ શેઠ ઘેર નથી. ઢેડવાડે ગયા છે. આ શેઠાણીના વર્ચના અંદર સામાયિકમાં બેઠેલા શેઠે સાંભળ્યા અને એટલામાં સામાયિક પૂરી થતાં સામાયિક પારીને શેઠ બહાર આવ્યા અને તરત જ શેઠાણીને કહ્યું કે
..
હમણાં કત્ચાં ઢેડવાડે ગયા હતા ? મળવા આવનાર ભાઈને તેં કહ્યું કે શેઠ ઢેડવાડે ગયા છે! શેઠાણીએ શેઠને તરત પૂછ્યું કે તમે ભલે સામાયિકમાં બેઠેલા હતા, પણ તમારું મન કયાં ભમતું હતું ? શેઠે કબૂલ કર્યું કે ઢેડવાડે એક આપણા જુના ગ્રાહક છે અને તેનામાં ખસેા રૂપિયા લેણાં નીકળે છે એટલે સામાયિકમાં મને વિચાર આવ્યા કે સામાયિક પારીને તરત જ પેલા ગ્રાહકને ત્યાં ઉઘરાણીએ જવું છે. શેઠાણીએ કહ્યુ ત્યારે મેં પેલાં મળવા આવનારને શું ખાટુ કહ્યુ ? શેઠે પેાતાની અસ્થિરતા કબૂલ કરી. આ સ્વરૂપે મનની હાલત હાય ત્યાં સામાયિકે એક બાજુ પર રહી જાય. એકલા દ્રવ્ય ધર્માંથી કર્માંનાં બંધન છેદાતાં નથી, માટે દરેક પ્રકારની ધમ પ્રવૃ. ત્તિમાં અંદરનાં ભાવની ઘણી મોટી કિં ́મત છે.
જાન જોડીને વેવાઈને ત્યાં જનારાં વરરાજાને સૌની આગળ રાખે છે, અને વરરાજા જ ભૂલાઈ ગયા હેાય તે ત્યાં સ્વાગત નહિ પણ ઉલ્ટી ફજેતી થાય, સ્વાગત કરવા આવનારા એની પહેલી મીટ વરરાજા ભણી મડાય છે. હવે જાનૈયા ઘણાં હાય પણ જાનમાં વરરાજાના જ અભાવ હાય તા સૌ એકી અવાજે મેલી નાંખે કે આ તા ભાઈ ! વર વિનાની જાન છે. હવે આને કાનાં માંડવે ઊભી રાખવી? તેમ ધમ ક્રિયામાં ભાવજ ન હેાય તે સમજી લેવુ' કે એ ક્રિયા પ્રાણ વગરનાં ક્લેવર જેવી છે, જેને શાસ્ત્રોમાં સમૂમિ ક્રિયા કહી છે. મનની