________________
અસિધારા વ્રત
૭૭ છે પગ લૂછીને તેને ખાળમાં ફેકી દીધી. મુનિ કોશાને કહે, અરે! અભાગણી તે આ શું કર્યું? આ રત્નકંબલ કેટલું બધું દુર્લભ છે તે તું કાંઈ જાણે છે? કેશા કહે છે? હું તે ભલે અભાગિણી રહી પણ મુનિ તમે તો નિભંગીઓમાં શિરોમણિ છે. મેં તો રત્નકંબલ ખાળમાં નાખી, પણ તમે તે રત્નત્રય રૂપી ભાવ રત્નકંબલને વિષય વાસનાની ગટરમાં નાંખી રહ્યાં છે. હવે કેણ દુર્ભાગી અને કેણ ભાગી તેને નિર્ણય મુનિ તમે જાતે કરી લેજે. એક તો જીવને મનુષ્યભવ જ દુર્લભ અને તેમાં વળી આર્યદેશ અને ઉત્તમ કુળની દુલભતા, ધર્મનું શ્રવણ અતિ દુર્લભ, શ્રવણ કર્યા પછી શ્રદ્ધા બેસવી એ તો અતિ દુર્લભ, શ્રદ્ધા બેઠા પછી સાધુ ધર્મની પ્રાપ્તિ તો વળી અતિ દુર્લભ, તેવા સાધુ ધર્મને પામીને તમે વમેલાં ભાગ સુખને ફરી ઝંખી રહ્યા છો તેના જેવી બીજી અધમતા કઈ છે? માટે મુનિ કંઈ વિચાર કરે. મુનિ! સ્યુલિભદ્ર જીની હરીફાઈઓની કન્યા છો પણ શુકન જોઈને નીકળ્યા નથી. મુનિ! એ વાત બરોબર લક્ષમાં લેજે. એ શકટાલ નંદન દુનિયામાં એક જ છે અને અદ્વિતીય પુરુષ છે. પુરુષોમાં એ સિંહ સમાન છે. એના મન ઉપર કાબૂ અને આત્મદમન અજોડ છે. મુનિ જે સ્થાનમાં તમે એક અહોરાત્ર પસાર કરી શકયા નથી. તે સ્થાનમાં સ્થૂલિભદ્ર એકસોવીશ અહોરાત્ર તદ્દન નિર્વિકારપણે પસાર કર્યા છે. હું તેમની પૂર્વાવસ્થામાં સંપૂર્ણ પરિચિત હેવાં છતાં કોઈરૂંવાડે મને તેમનામાં વિકારીભાવનાના દર્શન થયા નથી. મુનિ તમે એની ચાલે કયાં ચાલવા ગયા? અગ્નિનાં સંયોગને પામીને ઘી ઓગળ્યા વિના રહે જ નહિ. બિલાડીનાં સ્થાનમાં ઉંદર રહે એ જેમ તેના માટે અતિ ભયજનક છે, તેમ મુનિ ! સ્ત્રીનાં સહવાસમાં મુનિને રહેવું એ પણ તેમનાં ચારિત્ર માટે અતિ ભયજનક છે. આવા કેશાના મહામૂલાં વચન સાંભળ્યા .