________________
-
અસિધારાવ્રત
કેશાની અજબ કેળા ૨થકારને મનમાં થાય છે આ કેશા હજી મને પીછાણતી નથી. હું પણ મારી કળા એને બતાવું કે જેથી કેશાને મારી તરફ અનુરાગ વધે. પછી તો તે રથકાર ચિત્રશાળાના ઝરૂખામાં બેસીને પોતાની બાણવિદ્યાથી પાછળ બગીચામાં રહેલા આંબાના વૃક્ષ પરથી ફળની આખી એક લેબ શરસંધાન કરીને મેળવી લે છે. નીચે ઉતર્યા વિના ઝરૂખામાં રહીને જ ધનુવિધા વડે આંબાની લુંબ તેડી લે છે. એને એમ કે આ મારી કુળ કુશળતા જોઈને કેશા મારી પર મુગ્ધ (આફ્રિન) થઈ જશે પણ કેશાને તેથી લેશ આશ્ચર્ય ન થયું અને આપણે વચમાં કહી ગયા તેમ સરસવનાં ઢગ ઉપર ગોઠવેલી સેય ઉપર કુલ રાખીને કેશા તે પુષ્પ ઉપર નૃત્ય કરી બતાવે છે. કેશાની આ કળા જોઈને રથકારનો ગર્વ ગળી જાય છે=જાણે તેનું મસ્તક લજજાથી નીચું નમી જાય છે. તરત જ કેશા રકારને કહે છે કે
न दुकरं अंबियंलुबतोडणं, न दुस्कर सरिसव नच्चियाए ।। तं दुक्करं तंच महाणुभावं जं सो मुणि पमयवणम्मि वुच्छो॥
અહીં ઝરૂખામાં રહીને આંબાની લુંબ તડવી એ કાંઈ દુષ્કર નથી તેમજ મેં જે મારી કળા બતાવવા સરસવનાં ઢગ પર ગોઠવેલી સોય પર નૃત્ય કરી બતાવ્યું તે પણ દુષ્કર નથી. દુષ્કરમાં દુષ્કર તો એ છે કે જે સ્થૂલિભદ્ર અહીં ચાર મહિના રહીને કરી બતાવ્યું છે. પ્રમદારૂપી વનમાં રહ્યા છતાં લેશ પ્રમાદને ન પામ્યા એ ટુરમાં દુષ્કર છે. રથકાર પણ આ વાત સાંભળીને ચકિત બની જાય છે. આ રૂપ રૂપના અંબાર સમી