________________
રસાથિરાજ
[ ૫૪
ત્રણે સૂત્રની ગાથાઓમાં રહસ્ય એવુ ભર્યુ છે કે, આ સૂત્રને પ્રતિક્રમણના પ્રાણ કહીએ તે પણ ચાલે. કારણ કે, આખાએ નિ થ પ્રવચનના સાર ઉપશમ છે, અને આ સૂત્રની ત્રણે ગાથાઓને પણ એજ સાર છે. જ્ઞાનીએ કયારેક પેાતાના તીવ્ર ક્ષયાપશના બળે બિન્દુમાં સિન્ધુ સમાવી દે છે, અને સિન્ધુને ફ્રી બિન્દુમાં લાવી દે છે. પૂ. ચિદાન'દજી ફરમાવે છે કે,
एक बुंद जलथी ए प्रगटया श्रुत सायर विस्तारा धन्य जिनोने उलट उद्धीको एक बुदमे डारा करले गुरुगम ज्ञान विचारा ॥
એક બિન્દુ પ્રમાણ જળમાંથી આખાએ શ્રતસાગરના વિસ્તાર થયા છે. એટલે કે, ઉપન્નઈ વા, વિગમેઈ જા, અને વેઈ વા ના ત્રિપદીનાં જ્ઞાનમાંથી ગણધર ભમવ ાએ શ્રુત સમુદ્ર છલકાવી દ્વીધેા છે, ધન્ય છે તે મહાપુરુષોને કે, જેમણે આખાએ શ્રુતમહેાધિને ઉલ્ટાવીને ફરી પાછે એક બિન્દુમાં સમાવી દીધા.
શ્રતરૂપી મહા સમુદ્રના સમવતાર એક બિન્દુમાં કરી નાખ્યું. એટલે કે, શ્રુતરૂપી સિંધુને પાર કરીને પણ એ મહાપુરૂષો આખાએ શ્રુતસમુદ્રનાં સારરૂપ પ્રશમરસમાં નિમગ્ન બની ગયા. એટલે કે, પેાતાનાં સ્વરૂપમાં લીન બની ગયા, ઉપરોક્ત સૂત્રને જે ભાવ છે તે સિન્ધુને બિન્દુમાં સમાવવા રૂપ છે. ચૌદ પૂર્વીનું જ્ઞાન મેળવીને પણ જે આત્મા ઉપશમભાવમાં ન આવ્યો તે તે જ્ઞાન તેવા પૂત્ર ધર પુરૂષોને પણ નીચે પાડનારૂં છે. એટલે સુજસ વિલાસમાં ક્રમાં છે કે,