________________
૨સાધિરાજ
* [ ૪૬ શક્તિએ તેમાં કામે લગાડી દેવી. છતાં તે જીવ ન જ સમજે તે તેનાં પ્રતિ મનમાં ઉગ આણવો નહીં. ઉદ્વેગ આણવાથી આપણાં પરિણામ બગડી જાય છે. જ્યારે ભાવના તે પરિણામ સુધારવા માટે ભાવવાની હોય છે. ઉપકારનાં ઘણાં પ્રકાર છે. કેઈપણ જીવને ધર્મના રસ્તે ચડાવવો તેના જેવો બીજો કોઈ મહાન ઉપકાર નથી. તમારા પેતાના પુત્ર-પૌત્રાદિને પણ સન્માર્ગે ચડાવવાના તમારા પ્રયાસો હેવા જોઈએ. છતા તેમાં સફળતા ન જ મળે તે હતાશા લાવવાની કઈ જરૂર નથી. તમે તમારું કર્તવ્ય બજાવ્યું, છતાં કઈ જીવ ન જ સુધરે તે તે તેના કર્મોદયની વાત છે. ભગવાનનાં સમયે પણ કેટલાંક જીવો ઉધે રસ્તે ચડી ગયેલાં. ખુદ ભગવાનનાં વરદ્દ હસ્તે દિક્ષીત બનેલાં, જમાલી કે જેઓ સંસારી પક્ષે ભગવાનનાં જમાઈ થતા હતા, તે ઉધે રસ્તે ચડી ગયેલા, જેઓ શાસ્ત્રમાં નિન્હવ તરીકે જાહેર થયેલા છે. ભગવાનનાં જ વચનેને ઉથાપનારા હતા. કરાતું હોય તે કર્યું કહેવાય, દાતું વેદ્ય કહેવાય, આ રીતની ભગવાનની પ્રરુપણાને તેઓ બેટી ઠરાવવા નીકળી પડયા હતા. છતાં ભગવાન અનંત શક્તિના ધણી હોવા છતાં તેમની ઉપર કઈ પણ પ્રકારને જેર-જુલમ કર્યો નથી.
નિન્હવ થયા પછી પણ જમાલી એકવાર ભગવાનની સમીપે આવેલાં, ત્યારે અત્યંત સુમધુર વાણીથી જમાલીને બોધ વચને કહ્યા છે. પણ જમાવીને ભ્રમ દૂર થયે નહી! છતાં ભગવાન અત્યંત માધ્યસ્થભાવમાં રહ્યા છે. આ જીવને મિથ્યાત્વને ઉદય થયો છે. અત્યારે તરતમાં આને સત્ય