________________
રસાધિરાજ
[ ૪૨ કુળદેવી આમ કહી અંતરધ્યાન થઈ ગયા. એક બે દિવસ વ્યતિત થયા બાદ પેલે કહે છે, હે કુળદેવતા ! તમે પ્રસન્ન થયા છે તે મારા માટે ચાર માળની હવેલી તૈયાર થઈ જાય. ચાર માળની હવેલી જેવી આના માટે તૈયાર થઈ જાય છે કે, સામે આઠ માળની હવેલી ઉભી થઈ જાય છે.
પછી કહે, આટલું રાચ-રચીલું મારે ત્યાં શેઠવાઈ જાય. સામે ડમ્બલ થઈ જાય છે. દરેક વસ્તુ સામે બમણું થતી જાય છે. ત્યારે આને મનમાં ટ્રબલ ઉભી થાય છે, હવે કરવું શું? દેવીને પ્રસન્ન મેં કયાં અને મારાજ પ્રતિસ્પધિને લાભ બમણું થઈ જાય છે. પછી એકદમ આવેશમાં આવીને કહે છે કે, હે કુળદેવી ! મારી એક આંખજ કુટી જાય તેમ કર, એટલે એને એમ કે, મારી એક કુટે તે સામા મારા વિરધીની બે કુટેને? આંધળો થઈ જાય. પિતાની એક ફૂટે એટલે સામાની બે ફુટે ! કેટલી નબળી લેગ્યા કહેવાય ? પણ બન્યું એવું કે, સામે રહેનારા ગૃહસ્થનાએ કુળદેવતા જાગતા હતા એટલે તેની એક પણ આંખ ન કુટી, આ ભાઈની એક આંખ ચાલી ગઈ. સામાને આંધળે કરવા જતા પિતે કાણે માને છે. માટે કઈને પણ ઉત્કર્ષ જોઈને મનમાં નબળા વિચારે લાવવા નહીં. માનવી પોતાના પૂર્યોદયે સુખી થાય છે, તે તેને પ્રતિ મનમાં અમેદ ભાવના લાવવી.
પૃથ્વીને ભાર રૂપ ત્રીજી કારૂણ્ય ભાવના છે.