________________
રસાધિરાજ
[ ૪૦
વિચારવુ જોઈ એ કે, ધન્ય છે. આ ભાગ્યશાળીને કે, જિનાજ્ઞામાં રહીને તે આટલુ' પણ કરે છે.
આ રીતે અનુમેદના કરવાથી મોટો લાભ એ થાય કે, પાતે દુષ્કર તપ કરતા હાય તે અ ંગેનું અભિમાન ન આવે, કારણ કે, તપ. અંગેના મદ આવી જાય તે કરેલા તપ ઉપર પાણી કરી જાય, અને જિનાજ્ઞામાં રહીને કોઈ મનુષ્ય નવકારશી પણ કરતા હોય તે તે પણ સામાન્ય વાત નથી. કારણ કે, ભગવાને તામલી તાપસનાં સાંઠ હજાર વર્ષીનાં ખાળ તપ કરતાં સમિતીની એક નવકારશીને શ્રેષ્ઠ કહી છે. તામઢી તાપસે તપ ઘણા કર્યાં. પણ તે અજ્ઞાનપૂર્વકના હતા, અને મનમાં મિથ્યાત્વને શલ્ય રાખીને કરતા હતા. એટલે ભગવાને સમિતીની નવકારશીને શ્રેષ્ઠ કહી છે. સમ્યજ્ઞાન વગરનું પચ્ચક્ખાણુ એ દુષ્પ્રત્યાખ્યાન છે. એમ સાફ શબ્દોમાં ભગવાને ભગવતીજીમાં ફરમાવેલ છે. જ્યારે સમ્યક્જ્ઞાન સહિતનુ નવકારશીનુ પચ્ચક્ખાગૢ પણ સુપ્રત્યાખ્યાન છે. જેનાથી એકાંતે સકામ નિરા થાય છે.
ષટ્કાસી જેવા દુષ્કર તપની, જે તેવું દુષ્કર તપ ન કરી શકતા હોય તેણે પણ ભૂરી ભૂરી અનુમોદના કરવી જોઈએ કે ધન્ય છે, આ તપસ્વી મહાત્માને ! કેવું દુષ્કર તપ કરે છે, હું ગળીયા બળદ જેવા કાંઈ કરી શકતા નથી. આ ઉગ્ર તપસ્વી દુષ્કર તપ કરીને કર્માનાં ભુક્કા ખેલાત્રી નાંખે છે. જ્યારે મારાથી તેવુ કાંઈ બનતું નથી, માટે ધન્ય છે. આ તપસ્વીને ! આવી રીતે પરસ્પરની અનુમેાદના એજ પ્રમાદ ભાવનાનું ખરૂ સ્વરૂપ છે, આવી