________________
સાધિરાજ
[ ૩૮
ગુણીજનની બલિહારી ગુણેથી સમલંકૃત બનેલાં પુરૂષોને, જોઇને મેઘ ગાજે ને જેમ મેર નાચે, તેમ આપણને રેમેરોમમાં આનંદ થે જોઈએ કે, સંસારી બધા આત્માઓ કર્મોથી ઘેરાએલા છે તેમાં આ ધન્ય છે કે, જેનામાં આ ગુણે પ્રગટેલાં છે. દુનિયામાં અવગુણથી તે બધા આપણે ભરેલાં છીએ. જેનામાં સગુણને વિકાસ દેખાય તે જ ધન્યવાદને પાત્ર છે. આત્મામાં ગુણે પ્રગટવા સહેલાં નથી, અને ક્ષાવિકભાવે ગુણે ન પ્રગટે ત્યાં સુધી પ્રગટેલાં ગુણોને ટકાવી રાખવા તે પણ સહેલાં નથી. ક્ષાયિકભાવને આંચ નથી. ક્ષાપશમિક ભાવે પ્રગટેલાં ગુણે તે પાછા અવરાઈ જાય છે, અને ભલભલાં આત્માઓ પડવાઈ થઈ જાય છે.
ક્ષાવિકભાવે ગુણો પ્રગટાવવામાં જ મહેનત હોય છે પછી તેને ટકાવી રાખવામાં મહેનત હોતી નથી ત્યારે ક્ષાપશમિક ભાવમાં તે ગુણે પ્રગટાવવામાં મહેનત હેય છે. અને પ્રગટેલાને ટકાવી રાખવામાંએ મહેનત હોય છે અને તેના વિકાસમાં પણ મહેનત લેવી પડે છે. આત્મા જે લક્ષ ચૂકી જાય તે ક્ષાપશમિક ભાવથી પડતા વાર લાગે નહીં. ક્ષાપશર્મિક ભાવ અસંખ્યવાર આવે ને અસંખ્યવાર જાય.
જ્યારે ક્ષાવિકભાવે ગુણ પ્રગટે એટલે નિરાંત. શત્રુ સામે જ આવીને ઉભે હેય ત્યારે તે તેની સામે જબર ટક્કર લેવી પડે. પણ દબાએ પડ્યો હોય ત્યાં સુધી આપણને નિરાંત ન વળે, તેમ કમ પ્રકૃતિઓને ક્ષય થઈ જાય ને ગુણ પ્રગટે તે ક્ષાયિકાભવ છે અને કર્મ પ્રકૃતિએ ભારેલાં