________________
પ્રકાશકીય નિવેદન
સૌરાષ્ટ્ર કેશરી શાસન પ્રભાવક પ્રસિદ્ધ વક્તા પ.પૂ. આચાર્યદેવ શ્રી વિજય ભુવનરત્નસુરીશ્વરજી મ. સા. તથા પૂજ્ય મુનિવર્ય શ્રી યશોવિજયજી મ.સા. તથા પૂ. મુનિશ્રી રાજ્યશવિજયજી મહારાજાજી ઠાણા. ત્રણનું વિ.સં. ૨૦૩૭ ની સાલનું ચાતુર્માસ અને મુંબઈ વાલકેશ્વર વિસ્તારમાં બાબુ અમીચંદ પનાલાલ જૈન ઉપાશ્રયમાં થતાં અને ધર્મપ્રેમી ભાઈ-બહેનમાં અપૂર્વ ધર્મ જાગૃતિ આવી હતી પૂજ્યશ્રી લગભગ બાર વર્ષનાં લાંબા સમય પછી મુંબઈ નગરીમાં પધારતા જે જે મુમુક્ષુઓએ ઘણા વર્ષો પહેલા પૂજ્યશ્રીને સાંભળેલા તેઓ પૂજ્યશ્રીના આગમનથી ખૂબ આનંદીત થઈ ગયા! અત્રેના મેનેજીંગ ટ્રષ્ટિ બાબુ રાજેન્દ્રભાઈએ પૂજ્યશ્રીને અત્રે બાબુ અમીચંદ પનાલાલ જૈન ઉપાશ્રયમાં ચાલુ સાલનું ચાતુર્માસ કરાવવા અથાગ મહેનત લીધેલ હતી. પૂજ્યશ્રી તે સમયે સૌરાષ્ટ્રમાં વિચરતા હોવાથી શ્રીમાન રાજેન્દ્રબાબુ ઘણી ઘણી જગ્યાએ પૂજ્યશ્રીને વિનંતી કરવા ગએલા, તેમની સાથે અત્રેના રહીશ શ્રીમાન ડાહ્યાલાલ નાનચંદ શાહુ તથા રસીકલાલ છોટાલાલ તથા ધર્મદાસ ત્રીકમદાસ પણ વિનંતી કરવા સૌરાષ્ટ્રમાં બોટાદ ક્ષેત્રમાં ગએલા. સૌના હૃદયમાં એ અપૂર્વભાવ હતું કે ચાલુ સાલનું ચાતુર્માસ