________________
-
૨સાધિરાજ
[ ૨૨ સમજવું કે, એકલાં રાફડાં ઉપર પ્રહાર પડે છે, શરીરથી તપ ગમે તેટલું કરવામાં આવે તેમાં એકાંતે લાભ છે, છતાં શરીરથી આત્માનું તેટલું બગડ્યું નથી કે જેટલું કષાયથી બગડ્યું છે. મનુષ્ય શરીર તે પૂણ્યનાં ઉદયે મળે છે. જ્યારે આત્માનું ભભવથી બગાડનારા તે કષાય છે. પ્રતિ સમયે જીવને બંધ પણ કષાયથી પડે છે. જ્યારે તપસંયમથી શરીરનેજ કષ્ટ આપવામાં આવે અને કષાયને તે નિગ્રહ જ ન થાય તે સમજવું નિર્દોષ દંડાઈ જાય છે અને દેષિત આબાદ છટકી જાય છે. તપ જે ઉપશમભાવ પૂર્વકને હોય તે જરૂર કષાયે જિતાઈ જાય છે અને કુરગડુ મહર્ષિની જેમ જીવ ક્યારેક કેવલજ્ઞાનને પામી જાય છે. અંદરની જાગૃતિ વિનાનું તપ હોય તે કેવલ દેહને દંડ આપવા જેવું થાય છે. પણ કષાયે જીતાતા નથી. તપને શાસ્ત્રોમાં કયાંય નિષેધ નથી. તપ વિના કર્મો ખપતાં નથી અને કર્મ ક્ષય વિના જીવને મેક્ષ થતું નથી. ઉગ્ર તપથી તે કયારેક નિકાચિત કર્મોનું પણ ક્ષય થઈ જાય છે, પણ શરત એટલીજ છે કે, તે તપ ક્ષમા સહિત હોવું જોઈએ.
સંપૂર્ણ વિશુદ્ધિ કુરગડુ મહર્ષિમાં બાહ્યતપ નહોતું, પણ અત્યંતર તપમાં તેઓ ખુબ આગળ વધેલાં હતા અને ગુરૂ ભગવંતે પણ તેમને એજ ઉપદેશ કરેલ કે, તને તપને અંતરાય વતે છે. એટલે તું ઉપવાસાદિ બાહ્યતપ નહીં કરી શકે પણ અત્યંતર શુદ્ધિ તરફ પુરતું ધ્યાન આપજે. ગુરૂ ભગવંતના ઉપદેશ મુજબ તેમણે પોતાના મન અને ઈન્દ્રિયે