________________
શ્રી ધનાજીને ત્યાગ અને શાલીભદ્રને વૈરાગ [૪૦૬ પુન્યનાં મૂળ એટલાં બધાં ઊંડાં જાય છે કે તે જે માટે સુખની જ પરંપરા ઉત્તરોત્તર ચાલ્યા કરે અને છતાં પણ તે જ તેમાં લેપાય નહીં અને પ્રાંતે મેક્ષના સુખ પામે છે. આવા ધન્ના શાલિભદ્ર જેવા ઉત્તમ પુરુષના ગુણ ગાવાથી આપણા જીવનમાં પણ સગુણે પ્રગટ છે અને ઉત્તરોત્તર ગુણ-સંપદાને પામતે જીવ પરંપરાએ. શાવતું સુખ-સંપદાને પ્રાપ્ત કરે છે. જીવનમાં ત્યાગ અને વૈરાગ્ય પામવા માટે ધન્ના શાલિભદ્ર બનેના ચરિત્રો અત્યંત ઉપયોગી અને પ્રેરણાદાયક છે. બેસતા વર્ષના દિવસે એકલી એ બનેની રિદ્ધિ માંગે કશું વળવાનું નથી, પણ તેમના જીવન પ્રસંગે સાંભળીને જે ત્યાગ–વૈરાગ્યની ભાવના જીવનમાં કેળવશે તે રિદ્ધિ-સિદ્ધિ તે ઠીક પણ મોક્ષની મહાન સમૃદ્ધિ પ્રાપ્ત થશે અને આત્મા એવા સ્થાનમાં પહોંચી જશે કે ફરી ચોરાશીના ચકરાવે નહીં ચડવું પડે અને જન્મ-મરણનાં દુખમાંથી સર્વથા મુક્ત બની જશે. આવી અપૂર્વ સિદ્ધિને સૌ પામે એ જ એક અભિલાષા.
છે એ
પૂ
શું
છે
પણ,
iN