________________
શ્રી ધનાજીને ત્યાગ અને શાલીભદ્રને વૈરાગ [ ૩૦૪ તે કાળમાં સ્નાન વિધિ પહેલાં શરીર સમારણને (માલિશ) ને રિવાજ હતે શ્રી કલપસૂત્રના પાઠ મુજબ દશરથ મહા રાજા પણ અનાન કર્યા પહેલા મજઝન ગૃહમાં માલિશ કરાવવા. ગયા છે અને તે પછી તેમણે સ્નાન વિધિ કરી છે.
પત્નીની આંખમાં આંસુ જોઈધનાજીએ દાખવેલો
આદર્શ વ્યવહાર ધન્નાજીની આઠે સ્ત્રીઓમાં મુખ્યતા સુભદ્રાની છે. સુભદ્રા શાલિભદ્રનાં સગાં બહેન થાય છે. ધન્નાજીના શરીરનું સમારણ કરતાં કરતાં સુભદ્રાની આંખમાંથી આંસુનાં. એકાદ બે ટીપાં પડી ગયાં. ધન્નાજીને મનમાં થયું. સમારણ-વિધિ પતી ગઈ હવે શીતલ એવા જલથી સ્નાન વિધિ ચાલી રહી છે. શીતલ જલ શરીર પર સીંચાઈ રહ્યું છે, તેમાં આ ઉષ્ણુજલના બિન્દુઓ ક્યાંથી ટપકી પડ્યાં? આંખ ઊંચી કરીને જોયું તે પિતાની મુખ્ય ધર્મ પત્ની સુભદ્રાની આંખમાંથી આંસુ પડી રહ્યાં છે. તરતજ ધનાજીએ કહ્યું : ગભદ્ર શેઠની બેટડી, ભદ્રાબાઈ તેરી માવડી;
સુણ સુંદરી છે, તે કેમ આંસુ સારીયાજી. શાલિભદ્રની બેનડી, બત્રીસ ભેજાઈની નણદલડી;
તે તાહરે , શા માટે રડવું પડે છે. સુંદરી! તું ગભદ્રશેઠ જેવાની બેટડી છે અને ભદ્રા શેઠાણી તારી માવડી છે આવાં તારાં મહા પુણ્યવાન માતાપિતા છે, તે સુંદરી! તારે આંખમાંથી શા માટે આંસુ