________________
શ્રી ધન્નાજીને ત્યાગ અને શાલીભદ્રને વૈરાગ [ ૩૮ર વિલાપ કરવા લાગી ગયા. બધાને મનમાં થઈ ગયું કે આ વૈરાગી હવે સંસારમાં રહેશે નહીં કારણ કે આ શાલિભદ્રનું વૈરાગ્ય કંઈ દુઃખમાંથી પ્રગટેલું નથી, સાચી સમજમાંથી પ્રગટેલું છે. એટલે રંગ ચેલ મજીઠને લાગે છે, હળદરિયા રંગ જે શાલિભદ્રને સ્મશાનિયે વૈરાગ નથી. પણ સાચે વૈરાગ છે. શાલિભદ્ર માતાને પણ જણાવી દે છે કે મારે સંયમ લેવાનું છે અને તે માટે હું એક એક નારીને ત્યાગ કરવાપૂર્વક સંયમને માર્ગે જવા આગળ વધી રહ્યો છું, માતાને આ વાત સાંભળતા મૂચ્છ આવી ગઈ છતાં શાલિભદ્ર વૈરાગ્ય ભાવમાં અડગ રહ્યા. માતાને મૂર્છા આવી ગએલી જોઈને શાલિભદ્ર જરી પણ મેહ ભાવને પામ્યા નહીં અને “ઓ મા એ મા’ કરતા દોડતા માતાની પાસે પણ ગયા નહીં. વિચારણે એવી કરી કે મેહમમતાના સંસ્કાર જેમાં અનાદિથી પડેલા છે. આ સંસ્કારને હું પિષવા જઈશ તે મારે છુટકારો કેઈ ભવે નહીં થઈ શકે. હમણાં થોડી વારમાં માતાજી આપોઆપ શુદ્ધિમાં આવી જશે. મારે તે હવે મેહ પર વિજય મેળવવાને છે. એટલામાં તે માતાજી શુદ્ધિમાં આવી ગયા.
યમરાજને દેવાય પણ મહારાજને ઝટ ન દેવાય.
શાલિભદ્રની સંસાર છોડવાની વાત સાંભળીને માતાજી આંખમાંથી આંસુ પાડી રહ્યાં છે અને તેમની બત્રીસે સ્ત્રીઓ રુદન કરી રહી છે છતાં શાલિભદ્ર ભાવનામાં અત્યંતપણે દૃઢ