________________
શ્રી ધન્નાજીને ત્યાગ અને શાલીભદ્રને વૈરાગ [ ૩૭૬ ચડ્યાં હોય તે બીજે દિવસે ચડે નહીં. જેમ આજે ચડેલાં ફૂલ ભગવાનની પ્રતિમા પર બીજે દિવસ ચડે નહીં; બસ તેવી જ રીતે હીરા, મણિર્માણક્યનાં અલંકાર પણ બત્રીસે સ્ત્રીઓનાં શરીર પર આજે ચડ્યા હોય તે બીજે દિવસે નિર્માલ્યની જેમ ફરી શરીર પર ચડે નહીં આવે શાલિભદ્રને વૈભવ હતું. જે વૈભવ તે કાળના રાજા મહારાજાઓને પણ દુર્લભ હતે.
નીચે રસ્તા પર પડેલી રત્નકંબલે ને લઈ મેતરાણી એક મેટા ટોપલામાં ભરીને પાછળના રસ્તેથી પિતાના ઘર તરફ ચાલી જાય છે. ત્યાં રાજમહેલના ઝરૂખામાંથી મહારાણી ચેલણાની દષ્ટિ ટોપલા પર પડે છે અને ચેલણ તે જાણે આભા બની જાય છે અને મનોમન વિચારે છે કે આવી કિંમતી ચીજ આ મેતરાણના નશીબમાં કયાંથી હોય? જે ચીજ માટે મેં પિતે કેટલી બધી ઝંખના સેવેલી છતાં તેની પ્રાપ્તિ મને ન થઈ અને તે ચીજની પ્રાપ્તિ આ મેતરાણીને થઈ ગઈ! આ વાત એવી બની છે કે આની પછવાડે કઈ મહાન ઈતિહાસ હો જેઈએ. ચેલણ રાણીએ સહજ ભાવે મેતરાણીને પૂછ્યું કે, આ રત્નકંબલે તે કેવી રીતે પ્રાપ્ત કરી? ત્યાં તે પ્રત્યુત્તર મળી ગયો કે શાલિભદ્રની હવેલીના પછવાડેના ભાગમાંથી આ કંબલે મને મળી છે અને આવું તે દરરોજ મને કેટલું મળે છે. ચેલણજી તે આ પ્રત્યુત્તર સાંભળીને વિસ્મિત બની ગયાં અને વિચારવા લાગ્યા કે આ નગરીમાં કેવા ગર્ભશ્રીમતે વસે છે? તેમના વૈભવના મુકાબલે