________________
૩૬૯ ]
રસાધિરાજ
દિક્ષા અંગીકાર કરવાને તૈયાર થઈ જાય. આ મેહગર્ભિત વૈરાગ્ય કહેવાય, ભલે એ દિક્ષા અંગીકાર કરવાને તૈયાર થઈ ગયે પણ હૃદયમાં દેવલેકનાં સુખ પ્રતિને મેડ બેઠેલે છે એટલે એ વાસ્તવિક વૈરાગ્ય ન કહેવાય અથવા કુશાસ્ત્રો સાંભળીને વૈરાગ્ય પામી જાય એ પણ મેહગર્ભિત વૈરાગ્ય કહેવાય તેવા વૈરાગ્યથી પણ કઈ વાસ્તવિક સિદ્ધિ નથી. એક જ વચને ધન્ના શાલિભદ્ર બન્નેમાં પ્રગટેલું
- જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય સંસારની નિર્ગુણતા અને વૈષયિક સુખોની અસારતા સમજાયા પછીનું જે વૈરાગ્ય એજ વાસ્તવિક વૈરાગ્ય કહી શકાય, તેવું જ્ઞાનગર્ભિત વૈરાગ્ય મારી માથે સ્વામી છે. બસ આ એક જ વચન સાંભળતા શાલીભદ્રજીમાં પ્રગટયું હતું. આખી ઘટના સાંભળ્યા પછી તમારા સૌના અંતરમાં વૈરાગ્ય રસ છલકાઈ જશે. ભગવાન મહાવીર સ્વામીના સમયે બનેલી આ ઘટના છે. ધન્ના અને શાલીભદ્ર બને ભગવાનના વરદ હસ્તે દિક્ષિત બન્યા હતા. ઘટના એવી બને છે કે રાજગૃહી નગરીમાં એકવાર નેપાળ દેશના વણઝારા સેળ રત્ન કંબલે લઈને વ્યાપાર કરવા નિમિત્તે આવેલા હતા. એક એક રત્ન કંબલની કિંમત લાખ લાખ સેનામહોરની હતી. સંક્ષેપમાં કહેવું હેય તે રત્નકંબલ એટલે કિમતીમાં કિંમતી ચીજ કહેવાય. શિયાળામાં રત્નકંબલ કઈ ઓઢી લે તે શરીરમાં ગરમી લાવી દે અને ઉષ્ણુ.કાળમાં કઈ શરીર પર ધારણ કરી લે તે Air condition એરકંડીશનનું કામ કરે અને સુવર્ણની.