________________
શ્રી ધન્નાજીને ત્યાગ અને શાલીભદ્રને વૈરાગ [ ૩૬૬
દૂધપાકનું જમણ હોય એટલે તેમાં કદી જ ભળે, દાળ તેમાં ભળે નહીં. છેલ્લે વાટકે ભરીને કઢી પી જાય એટલે દૂધપાક હજમ થઈ જાય. હવે છેલ્લે કઢી-ભાત આગતાં છેલ્લા કેળીયે જે માખી આવી જાય તે જેટલું ખાધેલું હોય તે બધું ક્ષણવારમાં એકાવી નંખાવે–એકાવડાવે એ તે ઠીક પણ છઠ્ઠીનું ધાવણ કાઢી નાખે ! અને ભાઈને કેટલીક વાર ખબર ન પડે કે આ તે માખી આવી કે મેથીને દાણે આવ્યું ! કારણ કે મેથીને દાણો સીઝી ગયા પછી આ તે મેથીને દાણે છે કે માખી છે તેની કશી ખબર પડતી નથી. ગમે તેવી ભેજનમાં સ્વાદિષ્ટતા માણી હોય પણ છેલ્લે કેળીયે મક્ષીકાપાત થઈ જાય એટલે સ્વાદિષ્ટતાની જગ્યાએ ખાધેલું બધું એકાઈ જાય. બસ તેવી રીતે સાંસારિક સુખ ભોગવીને અજ્ઞાની મનુષ્ય તેમાં અલમસ્ત બની ગયા હોય, પણ ક્યારેક એચિતે અને અણધાર્યો ફટકો એવું લાગી જાય કે શેક ને સંતાપને પાર રહેતું નથી માટે સંસારનાં કામ-ગાદિનાં સુખમાં જીવે જરાયે રાચવા જેવું નથી. હાડકાં જેવી તુચ્છ વસ્તુની અસારતા શ્વાનને સમજાતી નથી, તેમ ભોગ અને પરિગ્રહની અસારતા પણ કઈ વિરલા સમજી શકે ?
સુકાઈ ગયેલા હાડકાને કૂતરે બટકા ભરતે હોય એટલે તેના દાંતના જડબામાંથી લેહી ટપકવા માંડે અને તે લેડી હાડકા ઉપર પડે, એટલે કૂતરે એમ માની લે છે કે