________________
૩૬૩ ]
સાધિરાજ
વૈરાગ્યના ત્રણ પ્રકાર : સાધુપણું અંગીકાર કરનાર કુટુંબ-કબીલાને ધન -- વૈભવને બાહ્ય ત્યાગ કરે એ કંચુક–ત્યાગ કહેવાય. જેમ સર્પ કાંચળી છોડે તે ત્યાગ કહી શકાય, પણ અંદરના રાગદ્વેષાદિને જ્યારે ત્યાગ કરે ત્યારે તે ત્યાગ વાસ્તવિક કહેવાય, જેને બીજા શબ્દોમાં ગ્રંથિ-ત્યાગ કહેવાય. રાગદ્વેષ એ જ અંદરની વિષ ગ્રંથિ કહેવાય. એ ગ્રંથિને તેડવા. વિના આત્મા ન તે સમ્યકત્વને પામે કે ન વાસ્તવિક ચારિત્રને પામે, માટે ધન્નાજીને ત્યાગ અત્યંતર ત્યાગના ધ્યેયપૂર્વકનો ત્યાગ હતું, સાચે વૈરાગ્ય જીવનમાં પ્રગટયા . વિના કઈ પણ આત્મા ત્યાગ કરી શક નથી. પહેલું વૈરાગ આવે અને પછી ત્યાગ આવે છે. વૈરાગ્ય પ્રગટયા. વિના ત્યાગ આવી શકે નહીં અને આવેલો ત્યાગ પણ . વૈરાગ્ય વિના ટકી શકે નહીં, માટે ધનાજીના જીવનમાં પણ ત્યાગ અને વૈરાગ્યને સાંગોપાંગ સુમેળ હેતે છતાં આપણે વિષય રાખે છે. શ્રી ધન્નાજીને ત્યાગ અને શાલીભદ્રને વૈરાગ એ તે બનેનાં જીવનમાં એક એક ગુણની પ્રધાનતા અંગે ઉપરોક્ત વિષય રાખ્યો છે. શ્રી શાલીભદ્રજીએ ત્યાગ ઉત્કૃષ્ટ કર્યો છે અને વૈરાગ્ય પણ તેમનામાં ઉત્કૃષ્ટ હતું. તેમનાં જીવનમાં જે વૈરાગ્ય હતું. તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હતે. દુઃખગર્ભિત, મહગર્ભિત અને જ્ઞાનગર્ભિત એવા વૈરાગ્યનાં ત્રણ વિભાગ પડે છે. ઉપરાઉપરી સંસારમાં . દુઃખ પડયા કરે મનમાં વૈરાગ્ય આવી જાય કે આના કરતાં સાધુપણુ શું ખોટું છે ?