________________
ધર્મ વિહીન નર દેહનું નિરૂપયોગીપણું [ ૩૩૮ મહાત્મા જ્યાં બેઠેલ હતા ત્યાં એમનાથી થોડેક દૂર એક મનુષ્યનું મડદું પડેલું હતું. તે મડદાનું એક શિયાળ ભક્ષણ કરી જવાની તૈયારીમાં હતું. ત્યાં એ મહાત્માનું ધ્યાન પુરૂં થતાં તે શિયાળને એ રીતે સંબોધે છે કે,
रे रे जंबुक मुश्च मुश्च सहसा नीचस्य निन्द्य वपुः । ' રે રે, શિયાળીઆ, તું છોડી દે, છોડી દે, આ નીચ મનુષ્યનું નિન્દાએલું અને અનેક પાપ કર્મોથી ખરડાએલું શરીર છે. તું એને છોડી દે છોડી દે. ભૂલેચૂકે પણ આ પાપીષ્ટ શરીરનું ભક્ષણ કરીશ નહિં.
મહાત્માને દિવ્યનાદ સાંભળતાં જ શિયાળ બે ઘડી થંભી જાય છે અને મહાત્માની સામે પોતાનું મોટું ઊંચું કરી જાણે મહાત્માની સાથે વાણીના અભાવે હદયથી જ વાત ન કરવા માગતા હોય તેમ જણાવે છે કે, પ્રભુ ઘણુ દીવસથી ભૂખે છું અને આજે આ મહા મહેનતે ભક્ષ મળે છે તો તેમાં અંતરાય ન કરે-મહાત્મા ફરી કહે છે કે પણ તે ભક્ષણ કરવા જેવું નથી. શિયાળ ભૂખ્યાં ડાંસ જે હતું એટલે વચલે રસ્તે શેધી કાઢે છે કે પ્રભુ આપની આજ્ઞા પ્રમાણ છે, એના આખા શરીરનું ભક્ષણ નહિ કરું પણ એને હાથનું ભક્ષણ કરૂં તે ? અરે, એ પણ કરવા જેવું નથી. | દુર્તા નો વિશિકિત,
એના હાથે દાનથી વિવછત હતા. એણે એની આખી જીદગીમાં સુપાત્રે દાન કર્યું નથી, એટલું જ નહિ પણ