________________
૩૨૯ ]
રસાધિરાજ જાય છે. જાણે ઈલાચીએ જીવ સટોસટની બાજી લગાવી છે. લેકે તેની વિધ વિધ ખેલની રમત જોઈને તાલીઓના ગડગડાટથી વધાવી લે છે. ઈલાચી નીચે ઉતરીને રાજાને પ્રણામ કરવા પૂર્વક રાજાની પાસે દાન માંગે છે. રાજા કહે છે મારૂં ચિત્ત વ્યગ્ર હતું, મેં તારો ખેલ જે નથી. દાન લેવું હોય તે ફરીવાર ખેલ દેખાડે પડશે. ઈલાચી ફરી બીજી “વાર વાંસ પર ચડે છે. ફરી ખેલ દેખાડે છે. છતાં રાજા રીઝતું નથી. ત્રીજી ને ચેથી વાર વાંસ પર ચડીને વિધ વિધ ખેલ કરે છે, છતાં રાજ તેની વાતને ટલ્લે જ ચડાવે છે પણ રીઝને દાન આપતું નથી.
ત્યાં ઈલાચી રાજાના મનની વાત જાણી જાય છે. રાજા દાન કયાંથી આપે? જે નટડીનાં રૂપમાં હું લુબ્ધ બને છું તે જ નટડીનાં રૂપમાં રાજા પણ પતંગીયાની જેમ અંધ બન્યું છે. નટડી તે એક છે, જ્યારે તેનાં હરીફ બે જાગ્યા છે. શિકાર એક ને શિકારી બે, સામસામા તૈયાર થઈ ગયા છે.
વારંવાર ઈલાચીને રાજા વાંસ પર ચડવાની ફરજ એટલા માટે પાડે છે કે, એકાદવાર આને પગ લપડે ને નીચે પડી જાય તે આ નટડીને હું સ્વાધિન કરી લઉં. મારા અંતેઉરમાં ઘણું મહારાણુઓ છે, પણ આ નટડી જે મારા અંતેઉરમાં આવીને રહે તે મારૂં જીવિત સફળ બની જાય ! બત્રીસ શાક અને તેત્રીસ પકવાન ભાણે બેસીને આરેગનારાં પણ જ્યારે એંઠવાડમાં મેઢ નાંખે ત્યારે સમજી જ લેવું કે, આ જાતજ અઘેરીની છે. જેનાં અંતેઉરમાં અપ્સરા જેવી મહારાણુઓ હોવા છતાં રાજા જે રાજા નટડીમાં લુખ્ય બને ત્યારે સમજી લેવું કે, એ ધન વૈભવની અપેક્ષાએ