________________
કશા કોણ?
[૩૦૬ જીવનની ખરી તાલબદ્ધતા માનવી પ્રત્યક્ષમાં જેની પ્રસંશા કરતે હોય છે, પક્ષમાં તેની જ પાછી નિંદા કરતે હોય છે. ક્યાં રહી આમાં જીવનનાં સુરેની તાલબદ્ધતા? સંગીતકાર સંગીત લલકારતો હોય પણ સુરમાં તાલબદ્ધતા ન હોય તો સાંભળનારને તે સંગીત બેસુરૂ લાગે છે. તેમ જીવનમાં વાણી, વર્તન ને વિચારની જે એકાકારતા એજ ખરી તાલબદ્ધતા છે. તે વિના જીવન પણ બેસુરૂ બની જાય છે. ક્યાંય દંભ સેવવામાં ધર્મ છે જ નહીં ! નમ્રતા અને સરલતા આચરવામાં ધર્મ છે. બધાં આત્માઓ સ્વઆત્મા સમાન લાગ્યા પછી વાણી, વર્તન ને વિચારમાં વિસંવાદ રહેજ ન જોઈએ અને તેમાં વિસંવાદ રહ્યો હોય તે સમજવું કે ધાર્મિક જીવનને નામે આપણે એકલું દાંભિક જીવન જીવી રહ્યા છીએ.
દ્રષ્ટા નહી પણ ભ્રષ્ટા ! - પ્રત્યેક આત્માઓને સ્વઆત્મા સમાન દેખનારે સાચે દ્રષ્ટા છે તેમ પર ધનને જે પત્થર સમ ગણનારે છે, પરસ્ત્રીને જે સગી જનેતા સમાન દેખનારે છે, અથવા સગી બહેન કે પુત્રી સમાન લેખનારે છે, તે જ ખરો દ્રષ્ટા છે. પર ધન અને પરસ્ત્રી દેખીને જેની આંખ બગડે તે દ્રષ્ટા નહીં પણ ભ્રષ્ટા છે ! કેઈને ત્યાં અઢળક ધન હોય તે સમજવું તે તેના પુન્યને ઉદય છે. તેને પુદય જોઈને આપણે આપણું મનમાં પ્રસન્નતા લાવવાની છે. કેઈના પુદયની ઈર્ષ્યા કરવાથી તે આપણું પુન્ય જેટલું હશે તેટલું એ સળગી