________________
દ્રષ્ટા કેણ?
[ ૭૪ નાળે પુળ નિયમ બાય પરંતુ ગૌતમ ! જ્ઞાન તે નિશ્ચિત આત્મ સ્વરૂપ છે. જ્ઞાનાવરણીય કર્મનાં ઉદયે કયારેક આત્મા અજ્ઞાન સ્વરૂપ બની જાય એ ભલે. પણ જ્ઞાન તે આત્મા સ્વરૂપ છે. પોતાનાં જ્ઞાન ગુણનું વિપરીત પરિણમન એજ અજ્ઞાન છે. મિથ્યાત્વનાં તિવ્ર ઉદયે જીવ પોતેજ જ્યાં અવળો પડે
હોય ત્યાં તેને ગુણેનું કયાંથી સમ્યફ પરિણમન થવાનું છે ? મિથ્યાત્વ મોહનીય કર્મનું પિશમ કે ઉપશમ થયા પછી જ જીવનાં જ્ઞાન દર્શનાદિ ગુણેનું પરિણમન સમ્યફ થાય છે. મિથ્યાત્વના તિવ્ર ઉદયે તે પિત્તાના જ જ્ઞાનાદિ ગુણથી જીવને લાભ થવાને બદલે મોટો ગેરલાભ થઈ જાય છે. મિથ્યાત્વ મેહનીયના ક્ષેપક્ષમ વિના જ્ઞાનાવરણીય ક્ષોપશમ કેઈ કામનું નથી જ્ઞાનાવરણીય કર્મનાં પશમે અવિને જીવ પણ નવ પૂર્વ સુધી ભણી જાય છે, પણ સમ્યકત્વનાં અભાવમાં તે જ્ઞાન અભવિનાં જીવને કેવલ ભવ વૃદ્ધિનાં હેતુ રૂપ બને છે. નવ પૂર્વ સુધીનું જ્ઞાન મેળવે એટલે જ્ઞાનાવરણીય કર્મને કેટલો બધો ક્ષપશમ કહેવાય? પણ સામે મિથ્યાત્વનાં ક્ષપશમને સદંતર અભાવ છે એટલે તે જ્ઞાન સંસાર હેતુરૂપ બને પણ મેક્ષ હેતુરૂપ બની શકે જ નહીં.
અનાદિથી ભવ હેતુરૂપ બનતાં મિથ્યા જ્ઞાનને સમ્યગ જ્ઞાનમાં પલ્ટાવી તેને ભવ નિવૃત્તિરૂપ કરનાર જે કઈ હોય તે તે સમ્યગદર્શન છે. માટે જિન શાસનમાં સમ્યમ્ દર્શનને મહિમા અપરંપાર છે.