________________
-સુખની શોધમાં
[ ૨૬૮
પિતાનું કાળું થયું. આજે પરસ્પરના સબંધોમાં મીઠાશજ રહી નથી. પ્રજા અને સરકાર વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યા છે. પિતા પુત્ર વચ્ચે પણ ઘર્ષણ છે. મીલમાલીક અને મજુરે વચ્ચે પણ એમજ છે. ભાગ્ય જેગે અમારી અને તમારી વચ્ચેના સંબંધો કઈક સારા રહ્યાં છે. તેય જે વ્યાખ્યાન પછી થાળી ફેરવતો હેઉ તો ક્યાં સુધી સારી રહે ! (સભામાંથીઆવતી કાલે કઈ વ્યાખ્યાનમાં ન આવે) તમે તારે સુખેથી આવજો એ ધંધો અમારે નથી. એક ન છૂટકે અમારે ભિક્ષાની ઝળી ફેરવવી પડે છે, બાકી કાંઈ અમારે ફેરવવું પડતું નથી.
જ્યાં સ્વાર્થ હોય ત્યાં સંબંધોમાં મીઠાશ હતી જ નથી. આજે કઈ કેઈનું સારૂ જોઈ શકતા નથી, આ એક આ જમાનાને મેટામાં મોટો રોગ છે, બીજાને સુખી જોતાં આપણુ દ્રષ્ટિમાંથી અમી વર્ષા થવી જોઈએ, એને બદલે - આજે આમાં ઝેર આવે છે. પણ એ ઝેર તો ઝામરના પાણી કરતાયે ભયંકર છે. આજે જ્યાં ત્યાં આંખોમાં ઝેર અને હૈયામાં વેર છે, અને એમાંજ જ્યાં ત્યાં કાળો કેર છે. કયાંય શાંતિ નથી–સુખ નથી.
આ રીતે જ્ઞાની પુરૂએ કહેલાં રસ્તે આપણે સૌ કોઈ જે સુખની શોધમાં નીકળશું તે અવષ્યમેવ સુખની પ્રાપ્તિ થશે. અને અનાદિકાળના દુઃખની મુક્તિ થશે, સૌ એ રસ્તે ચાલી સુખ પામે એજ એક મહેચ્છા.