________________
સુખની શોધમાં
[ ૨૬૪ ધરે છે. રાજા કહે છે કે મારે આની શી જરૂર છે? કઈક ભિખારીને આપી દેજે. ત્યાં ભેગી કહે છે કે મારે આ મૂડી નાના ભિખારીને નથી આપવી પણ, મોટા ભિખારીને આપવી છે, અને તું તેમાને છે, એટલે મેં આ મૂડી તારી સામે ધરી છે. આટલું વિશાળ રાજ્ય હોવા છતાં તૃષ્ણા હજુ તારાથી છૂટતી નથી માટે ભિખારી તે ભિખારી હોય પણ તું તે મહાભિખારી છે. આ સાંભળતા રાજાની આંખ ઉઘડી ગઈ અને રાજા ત્યાંથી પાછા ફરે છે. તમારે કઈ દિવસ પાછા ફરવું છે ? કે પછી આશા અને તૃષ્ણામાંજ રહીને મરવું છે. તે તે પરલેક નહિ સુધરે અને આ લોકમયે સુખ કે શાંતિ નહિ મળે.
લોભ અને સંતોષ એ તે પ્રતિપક્ષી છે. શરૂઆતમાં નિર્ધનને થાય કે સોએક રૂપિયા મળી જાય તે ઠીક. એટલા મળી જાય ત્યાં એમ થાય કે એની ઉપર એકાદ મીંડુ ચડી જાય તે ઠીક. પછી મીંડા ઉપર મીંડા ચડતાજ જાય અને અંતે જીવનમાં મોટા મિડાજ મુકાઈ જાય છે. જેમ સાગરને કિનારો ન હોય તેમ લોભ સમુદ્રને પણ કિનારે હેતે નથી. શરૂઆતમાં તે લોભ ગાગરૂપે હોય છે પણ પછી અંતે મહાસાગર રૂપે થઈ જાય છે. પછી એને કિનારે કયાં દેખાય? એક સુભાષિતમાં આવે છે કે –
स्नेह मूलानि दुःखानि रस मूलानि व्याधयः । लोभ मूलानि पापानि त्रीणि त्यक्त्वा सुखी भव ॥
કહેવતમાં પણ તમે કહેતા હે છે કે, અને એટલું જ દુઃખ અને દુઃખનું મૂળ પણ સ્નેહ છે. વધારે પડતું ખાવુ