________________
૨૪૯ ]
સાધિરાજ
માંડે છે રાજા સમજી જાય છે કે, મને શરીરમાં વિષ ખાધા થઈ છે. ઉપર પૌષધશાળામાં જઈ ને રાજા ચારે આહારને ત્યાગ કરીને અંતિમ આરાધના શરૂ કરી દે છે.
હૃદયમાં નવકાર મહામંત્રનું ધ્યાન ધરે છે. પચ પરમેષ્ટિનું ધ્યાન ધરીને પેાતાના પરમ ઉપકારી ગુરૂ ભગવંત કેશી સ્વામીનું પુનઃ પુનઃ સ્મરણ કરે છે. કરતલ વડે અંજલી કરીને સકલ જીવ રાશીને ખમાવે છે, તેમાં સૌથી પહેલાં પેાતાની પટ્ટરાણી સૂરિકાન્તાને ખમાવે છે. રાજાને પારણામાંજ ગંધ આવી ગયેલી કે, આમાં કંઈક આજે કાવત્રા જેવું લાગે છે. આ કાવત્રામાં સૂરીકાન્તા સ`ડોવાયેલી છે, છતાં રાજાને સુરીકાન્તા પતિ લેશ પણ મનમાં દુર્ભાવ પેદા થયા નથી. રાજાના અંદરનાં અધ્યવસાયે એટલા બધાં ઉંચા છે કે સૂરિકાન્તા તરફ મનમાં રાષ આણવાને બદલે પેાતાનાં કર્મોને દોષ આપે છે અને ચિ'તવના એવી કરે છે કે, આ મહારાણીએ તે મારી પર મહાન ઉપકાર કર્યાં છે. આણે તે મને ક નિરાનાં માર્ગોમાં સહાય કરી છે. હું સાધક તા હતા, આણે તે મારૂ ઉત્તર સાધકપણું કર્યું છે. આના તરફથી મને જો આવેા ઉપસર્ગ ન થયે। હાત તે હું ભવેાભવનાં સચિત કર્મોને આવી રીતે જલ્દીથી ન ખપાવી શકત ! કરાડે વર્ષે જે કાર્ય ન થાત તે કાર્ય જે અલ્પ સમયમાં જ થઈ ગયું છે તે બધા ઉપકાર આ મહારાણીના છે. આવા અંદરના પરિણામનાં અને રાજા પેાતાના આત્માને એકદમ ઉપશમ ભાવમાં લાવી મૂકે છે ત્યાં સૂરિકાન્તા રાણી પૌષધશાળામાં ધસમસતા નદીનાં પૂરની જેમ ઉપર આવી પહોંચી!