________________
પ્રદેશી રાજાના દશ પ્રશ્નો
[ ૨૩૮ (૬) શરીરના ટુકડા કરે જીવ સત્તા પ્રગટ ન થાય, ઉપગ અંતરમાં વળે તે આત્મા
- જરૂર પ્રગટ થાય ! - પ્રત્યે ! એક ચેરનાં મેં બારીક ટુકડા કરાવ્યા અને તેના શરીરનાં અણુ અણુમાં આત્મા અંગેની મેં ખૂબ શેધ ચલાવી, છતાં ક્યાંય આત્મા તેના શરીરના બહારના ભાગમાં કે અંદરના ભાગમાં દેખાય નહીં. માટે મારા વિચારોમાં હું મક્કમ બની ગયે કે શરીરજ આત્મા છે !
રાજન, અરણીનાં કાષ્ટમાં અગ્નિ હેય છે, એ વાતની 'તે તને પ્રતિતિ છે ને ? પ્રત્યે ! તે અંગેની તે મને દ્રઢ પ્રતિતિ છે, તે પછી રાજન, તે અરણીનાં કાષ્ટને બારીક બારીક ટુકડાં કરે શું તેમાંથી અગ્નિ પ્રગટ થાય ખરો? પ્રજો! તેમ તે ન જ પ્રગટ થાય ! ત્યારે કેમ પ્રગટ થાય! તેને ઘસારે લાગે તે પ્રગટ થાય, બસ તેવી જ રીતે શરીરનાં ટુકડાં કરે તેમાંથી આત્મા પ્રગટ ન થાય, પણ બહારમાં ભમતાં ઉપયોગને જે અંદરમાં વાળવામાં આવે તે આત્મા જરૂર પ્રગટ થાય, જીવને ઉપગ જ પરભાવમાં વળે છે, તેને જે સ્વરૂપભણી વાળવામાં આવે તે ચૈતન્ય સત્તા અવશ્યમેવ પ્રગટ થાય, એવી સ્થિતિએ જીવ પહોંચે કે એક સમયને માટે પણ જીવને ઉપગ જ્યારે પરમાં કે પરભાવમાં ન રોકાય છે ત્યારે સમજવું હવે કેવલજ્ઞાન પ્રગટવાની તૈયારી છે, રાજન,
જીવ પિતે જ જ્યાં જાણનારે ને દેખનાર છે ત્યાં જીવ શરીરમાં ક્યાંય દેખાણ નથી કે ઘટસ્પટાદિની જેમ કયાંય દેખાતે નથી એ વાત જ કરવાની ક્યાં રહે છે ? '