________________
પ્રદેશી રાજાના દશ અને
[ ૨૩૪
ઉપર જાય છે. તે દેવે અહીં શી રીતે આવી શકે? બીજાં પણ ત્રણ કારણને લીધે દેવે અહીં નીચે આવતા નથી. દેવકનાં સુખમાં દેવે એવા તે મશગુલ બની જાય છે કે, તેને અહીં આવવાનું મન થતું નથી. અત્યારની રીતે. વિચારવું હોય તે અમેરિકા ગએલાં યુવાને અહીં આવવાની ઈચ્છા કરતા નથી, તે દેવલેમાં ગએલાં અહીં શેના આવે? કેઈ તિર્થંકરાદિ જેવા મહાપુરૂષનાં પ્રકૃષ્ટ પદયનાં પ્રભાવે ખેંચાઈને દેવે અહીં મૃત્યુલેકમાં પહેલાના કાળમાં જરૂર આવતા હતા. બાકી અત્યારે આપણું પુન્ય પણ પરવારી બેઠાં છે. ભણાવી-ગણાવીને પરણાવ્યા બાદ સગાં તમારા છોકરાં તમારી પાસે આવતા નથી. તે દેવે અહીં આવે તેવા આ કાળમાં જીવેનાં પુન્ય ક્યાં છે ? છતા આ કાળમાં પણ, કયાંક કયાંક દૈવી ચમત્કાર જોવા મળે છે ખરા ! ત્રીજુ કારણ એ છે કે, દેવ-દેવીઓ સાથે નવા સંબંધો એટલા બધા બંધાઈ જાય છે કે, પૂર્વનાં સંબંધીઓ સાથે સંબંધ છુટી. જાય છે. એથું કારણ એ છે કે, સુખમાં પડેલાં દે. વિચાર્યા કરતા હોય છે કે, હમણાં જઈને હું મારા સંબંધીઓને મળી આવીશ, હમણું જઈશ, હમણાં જઈશ, આવા વિચારમાં ને વિચારમાં કેટલેય કાળ વિતી જાય છે. ત્યાં તે અહીંના મનુષ્ય દેવેની અપેક્ષાએ ઘણાજ અલ્પાયુષી હેવાથી મરણને શરણ થઈ જાય છે. આ ચાર કારણને લીધે દે નીચે મૃત્યુલેકમાં આવી શકતા નથી. બાકી દેવગતિને. અભાવ નથી, (૩) અપિ સત્તા હોવાથી શબ્દ કરતા પણ
- જીવ સૂક્ષ્માતિ સૂક્ષ્મ પ્રદેશ રાજાને બન્ને પ્રશ્નોનાં પ્રત્યુત્તરથી ખૂબજ સંતેષ